જો બાઇડન-કમલા હેરિસની જીત પછી અમેરિકામાં લોકોનો મિજાજ તસવીરોમાં

પ્રકાશિત

અમેરિકામાં જો બાઇડનના સમર્થકોમાં એક લાંબી અને વિવાદાસ્પદ મતગણતરી પછી ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ડેમૉક્રેટિક પાર્ટીનાં સમર્થક

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, રસાકસી ભરેલી ટક્કરમાં જો બાઇડન સતત આગળ ચાલી રહ્યા હતા પરંતુ ચૂંટણીપરિણામ સ્પષ્ટ ન થતાં અમેરિકામાં સંશયનો માહોલ હતો. જોકે જો બાઇડનના વિજય થવાની જાહેરાતથી પાર્ટીના સમર્થકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. આ તસવીરમાં જો બાઇડન અને કમલા હેરિસનાં એક સમર્થક ભાવુક દેખાય છે.
જો બાઇડનના વિજયની જાહેરાત થઈ ત્યારે વ્હાઇટ હાઉસની બહાર આવો માહોલ હતો.

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, વ્હાઇટ હાઉસની બહાર જો બાઇડનના વિજયની ખુશી આ રીતે મનાવવામાં આવી. શનિવારે અમેરિકામાં ઠેર-ઠેર બાઇડન અને હેરિસની જોડીની જીત પર ઉત્સાહ જોવા મળ્યો હતો. જો બાઇડને વિજય જાહેર થયા પછી કહ્યું કે 'તમે આશા અને એકતાને મત આપ્યો છે. આપણે એક બીજાને અવસર આપવો જોઈએ. હું રાજ્યોને લાલ (રિપબ્લિકન) અને બ્લૂ ( ડેમૉક્રેટ્સ)ના રૂપમાં નથી જોતો.'
ડોનાલ્ડ ટ્રમ્પ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન, શનિવારે ડોનાલ્ડ ટ્રમ્પ વ્હાઇટ હાઉસ પાછા ફરતા દેખાયા, ત્રીજી નવેમ્બરે મતદાન પત્યું ત્યારથી જ ડોનાલ્ડ ટ્રમ્પ મતદાન અને મતગણતરીમાં ગોટાળાનો આરોપ મૂકી રહ્યા હતા. તેમણે મતગણતરીને રાજ્યોની અદાલતોમાં પડકાર પણ આપ્યો હતો. આ વર્ષે અમેરિકામાં રૅકૉર્ડ સંખ્યામાં પોસ્ટલ મત પડ્યા હતા અને ટ્રમ્પ સતત પોસ્ટલ મતમાં ગરબડના આરોપ મૂકી રહ્યા હતા. તેમણે ચૂંટણીની રાત્રે પોતાના વિજય અંગે નિવેદન પણ આપ્યું હતું જોકે તેને સોશિયલ મીડિયા વેબસાઇટ્સે ગેરમાર્ગે દોરનાર ગણાવ્યું હતું.
જો બાઇડનના સમર્થક

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, ત્રીજી નવેમ્બરે મતદાન પછીથી મતગણતરીને લઈને વિવાદ અને વિલંબ પછી સાત નવેમ્બરે ચિત્ર સ્પષ્ટ થતા બાઇડનના સમર્થકોએ રાહતનો શ્વાસ લીધો હતો. 2020ની ચૂંટણી અમેરિકામાં એક ઐતિહાસિક ચૂંટણીના રૂપમાં યાદ રખાશે. કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત થયેલા અમેરિકામાં પ્રથમ વખત એક આફ્રિકન અને એશિયન મૂળનાં મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યાં છે. કમલા હેરિસ પ્રથમ મહિલા છે જે ઉપરાષ્ટ્રપતિપદ સુધી પહોચ્યાં છે.
બાઇડન અને ટ્રમ્પનો માસ્ક પહેરીને આવેલા એક સમર્થક

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, ન્યૂ યૉર્કના પ્રખ્યાત ટાઇમ્સ સ્ક્વેર પર જો બાઇડનની જીતની ખુશીમાં ટ્રમ્પનો માસ્ક પણ દેખાયો. અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીને ઘણી વિવાદાસ્પદ અને કડવાશ ભરેલી રહી છે. નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં લોકો અને વિચારધારાનું વિભાજન આટલું આકરું ક્યારેય નથી જોવા મળ્યું. જોકે જો બાઇડને કહ્યું છે કે 'ઇટ્સ ટાઇમ ટૂ હીલ.'
ન્યૂ યૉર્કમાં ટાઇમ્સ સ્ક્વેઅર પર જો બાઇડનની જીતની ખુશી

ઇમેજ સ્રોત, Anadolu Agency/Getty

ઇમેજ કૅપ્શન, અમેરિકાની ચૂંટણીમાં ડૅમોક્રેટિક ઉમેદવાર જો બાઇડને રિપબ્લિકન ઉમેદવાર અને વર્તમાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને હાર આપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ 11માં એવા રાષ્ટ્રપતિ છે જેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટણીમાં બીજી વખત ચૂંટાયા નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે ડેમૉક્રેટ્સ પર મત ચોરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમના સમર્થકોએ ઑરેગૉનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ સામે બ્લૅક લાઇવ્સ મૅટરના સમર્થકો પણ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે બ્લૅક લાઇવ્સ મૅટર સમર્થકની ધરપકડ કરી હતી.

ઇમેજ સ્રોત, Nathan Howard/Getty

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે ડેમૉક્રેટ્સ પર મત ચોરવાનો આરોપ પણ લગાવ્યો હતો. તેમના સમર્થકોએ ઑરેગૉનમાં વિરોધપ્રદર્શન કરી રહ્યા હતા પરંતુ સામે બ્લૅક લાઇવ્સ મૅટરના સમર્થકો પણ પ્રદર્શન કરી રહ્યા હતા. પોલીસે બ્લૅક લાઇવ્સ મૅટર સમર્થકની ધરપકડ કરી હતી.
નવાડામાં લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો

ઇમેજ સ્રોત, Ethan Miller/Getty

ઇમેજ કૅપ્શન, નવાડામાં લાસ વેગાસમાં ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો