અમેરિકન ચૂંટણી પરિણામ 2020 : જો બાઇડન કે ડોનાલ્ડ ટ્રમ્પ એ હજી નક્કી કેમ નથી થઈ રહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકામાં કલાકો અગાઉ ચૂંટણીપ્રક્રિયા પૂરી થઈ ગઈ, પરંતુ આપણે ધાર્યું હતું તે મુજબ જ હજુ કોઈ વિજેતા જાહેર થયું નથી.

અમેરિકાની રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં મતદાન ઘણા સમય પહેલા પૂર્ણ થઈ ગયું, પરંતુ વ્હાઇટ હાઉસ માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચેની રેસમાં કોણ જીત્યું તેનો નિર્ણય હજુ થયો નથી. શા માટે?

ચૂંટણીની રાતે આપણને કદાચ પરિણામો નહીં મળે તેવી શક્યતા પહેલેથી હતી.

કોરોના વાઈરસના કારણે કરોડો અમેરિકનો પોસ્ટ દ્વારા મતદાન કરી રહ્યા છે.

એનો અર્થ એવો થયો કે તમામ મતની ગણતરીમાં વિલંબ થાય તેવી શક્યતા રહેલી હતી.

line

સામાન્ય રીતે અમેરિકાની ચૂંટણીનાં પરિણામો ક્યારે આવે છે?

ચૂંટણીનો જશ્ન

ઇમેજ સ્રોત, Reuters

સામાન્ય રીતે ચૂંટણીની રાતે જ પરિણામો સ્પષ્ટ થઈ જતા હોય છે. જુદાંજુદાં રાજ્યોમાં મતદાન જુદાંજુદાં સમયે પૂર્ણ થાય છે. ત્યારબાદ દરેક રાજ્યમાં મતની ગણતરી શરૂ કરી દેવામાં આવી હતી.

ચૂંટણીની રાતે જ સંપૂર્ણ મતગણતરી થઈ શકતી નથી. તે સામાન્ય વાત છે. પરંતુ આ દરમિયાન વિજેતા કોણ બનશે તે જાણી શકાય એટલા મતની ગણતરી થઈ જતી હોય છે.

અમેરિકાનાં મોટાં મીડિયાજૂથોને લાગે કે કોઈ રાજ્યમાં કોઈ ઉમેદવાર નિશ્ચિતપણે જીતી જાય તેટલી લીડ મેળવી લીધી છે ત્યારે તેઓ તે સ્ટેટને 'પ્રોજેક્ટ' કરે છે.

આ અંતિમ પરિણામ નથી હોતું, પરંતુ તમામ મતગણતરી કરવામાં આવે ત્યારે તે હંમેશાં ખરું પુરવાર થાય છે.

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામ રાષ્ટ્રીય મતોના આધારે નહીં પરંતુ પૂરતી સંખ્યામાં રાજ્યો જીતવાના આધારે નક્કી થાય છે.

દરેક રાજ્યમાં વિજેતાને ચોક્કસ પ્રમાણમાં 'ઇલેક્ટોરલ વોટ' મળે છે જે સામાન્ય રીતે તેની વસતીના આધારે નક્કી થયેલા હોય છે.

વ્હાઇટ હાઉસમાં વિજયભેર પ્રવેશ કરવા માટે 270 મતની જરૂર પડે છે.

line

આ વર્ષ કઈ રીતે અલગ છે?

પ્રતીકાત્મક તસવીર

આ વખતે કોરોના વાઇરસના રોગચાળાના કારણે વધુ મતદારોએ પોસ્ટ દ્વારા વહેલું અથવા રૂબરૂ મતદાન કર્યું છે.

પોસ્ટલ મતની ગણતરીમાં સામાન્ય રીતે વધારે સમય લાગે છે, કારણ કે તેમાં ચકાસણીના વધારે પગલાંનું પાલન થાય છે. જેમ કે મતદારોની સહી અને સરનામાંની ચકાસણીમાં સમય લાગે છે.

ફ્લોરિડા જેવાં કેટલાંક રાજ્યોએ ચૂંટણીના દિવસથી અમુક અઠવાડિયાં અગાઉ આ પ્રક્રિયાની છૂટ આપી દીધી હતી, જેથી મતગણતરી માટે તૈયાર હતા. આ કારણથી જ રાષ્ટ્રપતિને તે ઈનામ પહેલેથી આપી દેવાયું છે.

એરિઝોના બીજું એક રાજ્ય છે જ્યાં વેળાસર મતગણતરી શરૂ થઈ જાય છે. તેથી ટૂંક સમયમાં તેનાં પરિણામ જાહેર થવાની શક્યતા છે.

લાઇન યૂએસ
line

કયાં રાજ્યોની રાહ જોવાઈ રહી છે?

પેન્સિલ્વેનિયા અને વિસ્કોન્સિન જેવાં રાજ્યોમાં ચૂંટણીના દિવસ સુધી અગાઉથી મળેલા મતની કોઈ ગણતરી કરી શકાતી નથી.

આ રાજ્યો મહત્ત્વનાં સાબિત થઈ શકે છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું કે મતગણતરીમાં દિવસો લાગી શકે છે.

અન્ય મહત્ત્વનાં રાજ્યોમાં જ્યોર્જિયા, મિશિગન અને નૉર્થ કેરોલિના સામેલ છે જ્યાં રસાકસી થઈ શકે છે.

line

મતગણતરીમાં વિલંબનાં બીજાં કયાં કારણો છે?

વોટિંગ મશીન

ઇમેજ સ્રોત, Getty Images

લગભગ અડધાં રાજ્યો એવાં છે જ્યાં ચૂંટણીના દિવસ પછી પહોંચેલા પોસ્ટલ મતને પણ ગણતરીમાં લેવાશે.

શરત એટલી કે આ પોસ્ટલ મત 3 નવેમ્બર સુધીમાં રવાના થઈ ગયા હોવા જોઈએ. એટલે કે ચૂંટણીના દિવસ પછી થોડા દિવસો સુધી અમુક મતની ગણતરી ચાલુ રહેશે.

આ વખતે પ્રોવિઝનલ બૅલેટ્સમાં પણ વધારો થવાની શક્યતા છે. જે લોકોએ પોસ્ટલ બૅલેટની વિનંતી કરી હતી પરંતુ પછી રૂબરુ મતદાન કરવા ગયા હતા તેવા મતને પ્રોવિઝનલ બૅલેટ્સ કહે છે.

તેને પ્રારંભિક ગણતરીમાં સમાવવામાં નહીં આવે, કારણ કે લોકોએ બેવડું મતદાન નથી કર્યું તેની ખાતરી કરવી પડશે.

line

મતગણતરી કઈ રીતે થાય છે?

સમર્થકો

ઇમેજ સ્રોત, Getty Images

મોટાં ભાગનાં બૅલેટ્સની મશીન દ્વારા ગણતરી થાય છે, પછી તે કાગળ હોય કે ડિજિટલ.

પરંતુ મતગણતરી કરતા કર્મચારીઓએ મશીનમાં પ્રોસેસ ન થઈ શકેલા બૅલેટ્સની પણ ચકાસણી કરવી પડશે.

ચૂંટણી પૂરી થાય ત્યારપછી વોટિંગનો ડેટા ચોક્કસ ઇલેક્શન હેડક્વાર્ટર પર ટ્રાન્સફર કરવામાં આવશે જે કોઈ સિટી હૉલ અથવા એવું કોઈ સ્થળ હોઈ શકે છે.

કેટલીક વખત આ કામ ઇલેક્ટ્રોનિકલી પણ થાય છે.

પરંતુ બીજી જગ્યાઓ પર વોટિંગનો ડેટા ધરાવતી મેમરી ડિવાઇસને રૂબરુ રીતે લઈ જવી પડે છે અથવા તેનાં પરિણામો ફોન પર બોલીને સંભળાવવા પડે છે.

એક વખત વોટના આંકડા આવી જાય ત્યારબાદ રાજ્યોની સત્તાવાર વેબસાઇટ પર તેની માહિતી આવવા લાગે છે.

અન્ય કિસ્સાઓમાં રાજ્યના ચૂંટણી અધિકારીઓ દ્વારા પત્રકારોને આંકડા જણાવવામાં આવે છે અને આ પરિણામોને રિપોર્ટ કરવામાં આવે છે.

કોઈ રાજ્યમાં નિશ્ચિત વિજય તરફ લઈ જતી સરસાઈ આવી જાય ત્યારપછી સમાચાર સંસ્થાઓ તે રાજ્યમાં વિજેતા થઈ રહેલા રાષ્ટ્રપતિપદના ઉમેદવારનું નામ જાહેર કરે છે.

આ બિનસત્તાવાર પરિણામોને અમુક સપ્તાહો પછી જ પ્રમાણિત કરવામાં આવે છે જ્યારે રાજ્યના અધિકારીઓ તેની પુષ્ટિ આપે.

પ્રથમ વખતની ગણતરી અને સત્તાવાર રીતે પ્રમાણિત થયેલાં પરિણામોમાં વોટની સંખ્યામાં ફેરફાર હોઈ શકે છે પરંતુ તે બહુ મોટો નથી હોતો.

line

ચૂંટણીનાં પરિણામો વિશે વિવાદ થાય તો?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, EPA

સ્ટેન્ફર્ડ-MIT હેલ્ધી-ઇલેક્શન્સ પ્રોજેક્ટ અનુસાર રોગચાળાના કારણે 44 રાજ્યોમાં પહેલેથી 300થી વધારે ચૂંટણી કાયદાને લગતા કેસ થયા છે.

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં કાનૂની પડકાર પેદા થઈ શકે તેવા અનેક મુદ્દા છે. તેમાં પોસ્ટલ વોટિંગ માટે ઓળખની જરૂરિયાતથી લઈને કોવિડને લગતા ફેરફારો અને પોલિંગ સિસ્ટમ અંગે કાનૂની યુદ્ધ લડાઈ શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે જણાવ્યું છે કે ચૂંટણીનાં પરિણામોને અમેરિકન સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે.

2000માં ડેમૉક્રેટ નેતા અલ ગોર લગભગ 60 લાખ મતમાંથી માત્ર 537 મત દ્વારા ફ્લોરિડા રાજ્ય અને રાષ્ટ્રપતિપદની ચૂંટણી હારી ગયા હતા.

ત્યારબાદ લગભગ એક મહિના સુધી અત્યંત વિવાદાસ્પદ પુનઃમતગણતરીની પ્રક્રિયા ચાલી હતી અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટે રિપબ્લિકન પાર્ટીના જ્યોર્જ ડબલ્યુ બુશની તરફેણમાં ચુકાદો આપ્યો હતો.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો