અમેરિકા ચૂંટણી 2020 : મતગણતરી સમયે ક્યાંક જશ્ન, તો ક્યાંક વિરોધ

ઇમેજ સ્રોત, JABIN BOTSFORD/THE WASHINGTON POST VIA GETTY IMAGE
રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે સવારે વ્હાઇટ હાઉસમાં એક સંબોધનમાં કહ્યું, "અમે મોટા જશ્ન માટે તૈયાર છીએ. આપણે બધું જ જીતી રહ્યા છીએ."
તેઓએ ટ્વીટ કરીને લખ્યું, "આપણે આગળ છીએ. પણ તેઓ ચૂંટણીપરિણામ અમારી પાસેથી ચોરવા માગે છે. અમે તેમને આવું નહીં કરવા દઈએ, ચૂંટણી પૂરી થયા બાદ મત ન નાખી શકાય."

ઇમેજ સ્રોત, ANGELA WEISS/AFP VIA GETTY IMAGES
સમર્થકો વચ્ચે ભાષણ આપતા જો બાઇડન. તેઓએ કહ્યું, "અમને લાગે છે કે આપણે જીતી રહ્યા છીએ... વિસ્કૉન્સિન અને મિશિગનને લઈને ખુશ છીએ. ચૂંટણી ત્યાં સુધી પૂરી નહીં થાય જ્યાં સુધી દરેક બૅલેટની ગણતરી ન થઈ જાય."

ઇમેજ સ્રોત, ANKUR DHOLAKIA/AFP VIA GETTY IMAGES
અમેરિકામાં ઘણા વિસ્તારોમાં પ્રદર્શનો પણ થયાં છે. આ તસવીરો પોર્ટલૅન્ડની છે, જ્યાં અમેરિકાના ઝંડા સળગાવીને લોકોએ વિરોધ કર્યો.

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકામાં મોડી રાતે રાષ્ટ્રપતિચૂંટણીની મતગણના વચ્ચે રાજધાની વૉશિંગ્ટન ડીસીના રસ્તાઓ પર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની વિરુદ્ધ પ્રદર્શનો થયાં.

ઇમેજ સ્રોત, EVA MARIE UZCATEGUI/AFP VIA GETTY IMAGES
ફ્લોરિડાના મિઆમીમાં રેલી કરતાં ટ્રમ્પના સમર્થકો.

ઇમેજ સ્રોત, SAMUEL CORUM/GETTY IMAGES
અમેરિકાના ઝંડા અને બાઇડન હેરિસના કેમ્પેન ફ્લેગ સાથે એક સમર્થક.

ઇમેજ સ્રોત, ELAINE CROMIE/GETTY IMAGES
ડેટરૉઇટ ડિપાર્ટમેન્ટ ઑફ ઇલેક્શનમાં મતગણતરીમાં જોતરાયેલો કર્મચારી. અમેરિકામાં આ વર્ષે મોટી સંખ્યામાં પોસ્ટલ બૅલેટથી મતદાન થયું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર

ઇમેજ સ્રોત, PAUL HENNESSY/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY
ઑરેન્જ કાઉન્ટી ઇલેક્શન ઑફિસમાં ગણતરી માટે પોસ્ટલ બૅલેટ લઈને જતાં એક કર્મચારી.

ઇમેજ સ્રોત, AYFUN COSKUN/ANADOLU AGENCY VIA GETTY IMAGES
મંગળવારે અમેરિકાના જાણીતા ટાઇમ્સ સ્ક્વેયરમાં પરિણામ જોવા માટે ભેગા થયેલા લોકો.

ઇમેજ સ્રોત, SETH HERALD/AFP VIA GETTY IMAGES
ઑહાયોના પરિણામ જોઈને ખુશી મનાવતા ટ્રમ્પના સમર્થકો. ટ્રમ્પ ઑહાયો, ટેક્સાસ, ફ્લોરિડા સમેત 23 રાજ્યોમાં જીત તરફ છે.


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















