US election 2020: ટ્રમ્પ જાહેર સમારોહમાં પરત ફરવા સજ્જ – ડૉક્ટર

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ડૉક્ટરે કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પે તેમની કોવિડ-19ની સારવાર પૂરી કરી લીધી છે અને તેઓ હવે જાહેર કામકાજમાં પરત ફરવા સજ્જ છે.
ડૉ. સીન કૉન્લેયએ કહ્યું કે સારવાર સામે ટ્રમ્પે સારી પ્રતિક્રિયા દાખવી અને તેમનું સ્વાસ્થ્ય પણ સ્થાયી રહ્યું.
ટ્ર્મ્પે બાદમાં કહ્યું કે કદાચ તેઓ શુક્રવારે ફરીથી કોવિડ-19નો ટેસ્ટ કરાવશે અને સપ્તાહના અંતે એક રેલી પણ યોજી શકે છે.
અત્રે નોંધવું કે ટ્રમ્પે આગામી ગુરુવારે જો બાઇડન સાથેની ટીવી ચર્ચા કરવાનો ઇનકાર કરી દીધો છે.
ટ્રમ્પ કોવિડ-19 પોઝિટિવ આવ્યા બાદ ચર્ચાના આયોજકોએ કહ્યું હતું કે, ચર્ચા વર્ચ્યુઅલી યોજાશે પરંતુ ટ્રમ્પે કહ્યું કે તેઓ ચર્ચામા ભાગ નહીં લે અને બાઈડન તેમનો સમય બરબાદ નહીં કરી શકે.
બીજી તરફ ગૃહ અધ્યક્ષ નેન્સી પેલોસીએ ટ્રમ્પના સ્વાસ્થ્ય મામલે કેટલાક સવાલોના જવાબો હજુ પણ નથી મળ્યા.
તેમણે કહ્યું કે તેઓ ટ્રમ્પના સ્વાસ્થ્યના મૂલ્યાંકન માટે પંચ નિમવા માટે કાયદો રજૂ કરશે જેથી અસરકાર નેતૃત્વ મળી રહે.
નિવેદનમાં કહેવાયું કે પંચ જો રાષ્ટ્રપતિ તેમનું કામકાજ કરવા સક્ષમ નથી એવી ભલામણ કરે તો તેમને સત્તામાંથી દૂર કરી શકાય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
જોકે ટ્રમ્પે આ જાહેરાતને પગલે પેલોસીને ક્રૅઝી કહ્યા હતા.

ટ્રમ્પના સ્વાસ્થ્યનું શું સ્ટેટસ છે?

ઇમેજ સ્રોત, EPA
વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલ મેમો અનુસાર ડૉ. કૉન્લૅયએ કહ્યું કે ડોનાન્ડ ટ્રમ્પમાં બીમારી વધી રહી હોય એવા કોઈ સંકેતો નથી.
મેમોમાં કહેવાયું છે કે, "જ્યારે તેમનું નિદાન થયું હતું તે દિવસથી ગણીને આ શનિવારે કુલ 10 દિવસ પૂરા થશે. અને નિદાનના મૂલ્યાંકન અનુસાર તેઓ આ સમયે જાહેર કામકાજમાં પરત ફરી જશે."
જોકે અગાઉ ડૉ. કૉન્લૅયે કહ્યું હતું કે જો ટ્રમ્પની હાલત સ્થિર રહે છે અથવા તબિયત વધુ સુધરે છે તો તેમના માટે તે રાહતનો શ્વાસ લેવાની બાબત રહેશે.

કોરોનાની સારવાર બાદ વ્હાઇટ હાઉસ પાછા ફર્યા
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1
આ પૂર્વે ત્રણ દિવસ વૉલ્ટર રિડ મિલિટરી હૉસ્પિટલમાં કોવિડ-19ની સારવાર કરાવ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વાઇટ હાઉસ પરત ફર્યા હતા.
પરંતુ તેમની આ ઘરવાપસી પણ ઘણી નાટ્યાત્મક રહી. માસ્ક પહેરીને કોઈની પણ મદદ વગર ટ્રમ્પ હૉસ્પિટલમાંથી નીકળ્યા અને તેમના પ્રેસિડેન્શિયલ હેલિકૉપ્ટરમાં સવાર થયા.
વ્હાઇટ હાઉસ પહોંચ્યાની થોડી જ ક્ષણોમાં તેઓ બાલ્કનીમાં આવ્યા અને પત્રકારો માટે ફોટો-સેશન કરાવ્યું અને તે પણ માસ્ક કાઢીને.
2જી ઑક્ટબરે ટ્રમ્પે જાહેરાત કરી હતી કે તે અને તેમના પત્ની મેલિનાયા ટ્રમ્પ કોવિડ પોઝિટિવ આવ્યા છે.


ઇમેજ સ્રોત, MohFW, GoI


આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















