મળો આ સ્પાઇડરવુમનને જેઓ 6.9 સેકંડમાં ચઢી જાય છે દીવાલ
પ્રકાશિત
એરીસે વર્લ્ડ વીમેન સ્પીડ ક્લાઇમ્બિંગ ટૂર્નામેન્ટ જીતી લીધી છે. તેમણે 6.9 સેકંડમાં દીવાલ ચડીને એક વર્લ્ડ રેકર્ડ બનાવ્યો છે.
તેમનો પોતાનો એક વર્ષ પહેલાનો પ્રેક્ટિસનો રેકર્ડ 6.8 સેકંડનો હતો. ટૂર્નામેન્ટમાં તેમણે 6.9 સેકંડમાં પૂરું દીવાલ પર ચઢવાનું પૂર્ણ કર્યું.
એરીસે પોતાના શિક્ષકની સલાહથી 15 વર્ષની ઉંમરે વોલ ક્લાઇમ્બિંગ શરૂ કર્યું હતું.
2020ના ટોકિયો ઑલિમ્પિકમાં વોલ ક્લાઇમ્બિંગને પણ સ્થાન મળ્યું હોવાથી આ ખેલાડીઓ ઉત્સાહમાં છે.
ઑલિમ્પિક માટે તેઓ કેવી મહેનત કરી રહ્યાં છે જાણવા જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો