સુરતનાં 3 મહિલા બાઈક પર 21 દેશની સફર ખેડીને લંડન પહોંચ્યાં

વીડિયો કૅપ્શન, સુરતની 3 મહિલા બાઈક પર 21 દેશોની સફર ખેડીને લંડન પહોંચ્યાં હતાં
પ્રકાશિત

બાઇકિંગ ક્વિન્સનાં ફાઉન્ડર ડૉ. સારિકા મહેતા કહે છે કે જ્યારે રાઇડની શરૂઆત કરી હતી ત્યારે વિચાર્યું હતું કે જે સપનું છે એ મારું છે. જો મને કંઈ થશે તો મારે જ ઊભા થવાનું છે.

તેમણે કહ્યું કે બાઇક રાઇડિંગ વખતે ઘણી વાર પડકારનજક રોડ પણ આવ્યા હતા. પણ અમે ભારે મુશ્કેલી વેઠીને પણ એ રસ્તાઓ પસાર કર્યા.

ઘણી વાર રાઇડિંગ સમયે રસ્તામાં પાણી પણ ખૂટી જતું અને બાઇકમાં પેટ્રોલ પણ ખૂટી જતું હતું.

જોકે, તેઓએ નક્કી કર્યું હતું કે કોઈ પણ સ્થિતિમાંથી ધારેલું લક્ષ્ય પાર પાડવાનું છે.

આ સફર દરમિયાન તેમની બે બાઇક પણ ચોરાઈ ગઈ હતી.

તેમના અનુભવો અંગે તેઓએ બીબીસી સંવાદદાતા ગગન સભરવાલ સાથે વાત કરી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.