TOP NEWS : કાશ્મીર વિવાદ મામલે ચીન પોતાની સાથે હોવાનો પાકિસ્તાનનો દાવો

પાકિસ્તાન

ઇમેજ સ્રોત, @SMQURESHIPTI

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

ભારત પ્રશાસિત કાશ્મીરમાં અનુચ્છેદ 370 હઠાવવા વિરુદ્ધ પાકિસ્તાન સતત અવાજ ઉઠાવી રહ્યું છે અને ભારતના આ પગલાની ટીકા કરી રહ્યું છે.

આ મામલે આંતરરાષ્ટ્રિય સમુદાયનું સમર્થન મેળવવાના પ્રયાસના ભાગરૂપે પાકિસ્તાને ચીન સમક્ષ મદદનો હાથ લંબાવ્યો છે.

પાકિસ્તાનના વિદેશમંત્રી શાહ મહમૂદ કુરૈશી ચીનમાં આ મામલે ચાઈનીઝ વિદેશમંત્રીને મળ્યા હતા.

જે બાદ ચીને સ્વીકાર્યું કે ભારતના આક્રમક વલણે સમગ્ર વિસ્તારના લોકો પર જોખમ ઊભું કર્યું છે.

કુરૈશીએ આ મુલાકાતની તસવીરો જાહેર કરતાં ટ્વીટ પણ કર્યું.

બદલો X કન્ટેન્ટ
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ

કુરૈશીએ એવું પણ જણાવ્યું, "પાકિસ્તાન અને ચીન વચ્ચે ભાઈચારાનો સંબંધ છે. ચીને આજે પાકિસ્તાનને સહયોગ અને પ્રતિબદ્ધતાનું આશ્વાસન આપ્યું."

line

નડિયાદ : ભારે વરસાદમાં જૂનું ઍપાર્ટમૅન્ટ તૂટ્યું, કેટલાક દટાયા

નડિયાદ

ઇમેજ સ્રોત, DAXESH SHAH

ભારે વરસાદને પગલે નડિયાદમાં ત્રણ માળની એક ઇમારતના જમીનદોસ્ત થવાની ઘટના ઘટી છે.

અખબારી અહેવાલો અનુસાર આ ઘટનામાં ત્રણનાં મૃત્યુ નીપજ્યાં છે. જ્યારે કેટલાક લોકો હજુ પણ કાટમાળમાં દબાયા હોવાની આશંકા વ્યકત કરાઈ રહી છે.

'નવગુજરાત સમય'ના અહેવાલ અનુસાર કપડવંજ રોડ પર આવેલા 'પ્રગતિ ઍપાર્ટમૅન્ટ'નો ત્રણ માળનો બ્લૉક એલ-26 શુક્રવાર રાતે તૂટી પડ્યો હતો.

ફાયર-બ્રિગેડે બે વ્યક્તિને કાટમાળમાંથી બચાવી હોવાનું તથા કેટલાક લોકો હજુ પણ દટાયેલા હોવાનું અખબાર લખે છે.

અહેવાલમાં જણાવ્યા અનુસાર ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા ચાલીસેક વર્ષ પહેલાં બંધાયેલા આ ઍપાર્ટમૅન્ટમાં આર્થિક રીતે નબળાં અને શ્રમિકવર્ગના પરિવારો રહે છે.

line

રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, મહુધામાં 11 ઈંચ

ગુજરાતમાં વરસાદ

ઇમેજ સ્રોત, EPA

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી મુજબ ભારે વરસાદ પડી રહ્યો હોવાનું 'નવગુજરાત સમય' નોંધે છે.

શુક્રવારે સાંજે પૂરા થતાં 24 કલાકમાં ખેડા જિલ્લાના મહુધામાં 11 તેમજ ગલતેશ્વરમાં 8 ઈંચથી વધુ, ધ્રાંગધ્રામાં 7 ઈંચ, ડેડિયાપાડા, છોડાઉદેપુર અને અને રાણપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યના 15 તાલુકામાં 6 ઈંચથી વધુ વરસાદ, 27 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ, 23 તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.

line

ઉત્તર કોરિયાએ બે મિસાઇલ ફાયર કરી

કિમ જોંગ ઉન

ઇમેજ સ્રોત, EPA

ઉત્તર કોરિયાએ દરિયામાં બે મિસાઇલ એક સાથે ફાયર કરી છે.

આ ઘટનાના અમુક કલાકો પહેલાં જ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે તેમને ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉન તરફથી એક સુંદર પત્ર મળ્યો છે.

ચાલુ અઠવાડિયે ઉત્તર કોરિયા તરફથી ફાયર કરાયેલી આ પાંચમી મિસાઇલ છે.

ઉત્તર કોરિયા છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકા અને દક્ષિણ કોરિયાના સૈન્યઅભ્યાસથી નારાજ ચાલી રહ્યું છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો