અમદાવાદ : 88 વર્ષનાં દાદીએ બનાવેલી વસ્તુઓ વિદેશમાં વેચાય છે, ઑનલાઇન મળે છે ઑર્ડર

વીડિયો કૅપ્શન, Ahmedabad નાં 88 વર્ષનાં દાદીએ બનાવેલી વસ્તુઓ વિદેશમાં વેચાય છે, Online મળે છે ઑર્ડર
પ્રકાશિત

88 વર્ષનાં પદ્માબા એક ઉદ્યોગસાહસિક છે.

જે ઉંમરે ભલભલા ખાટલો પકડી લે એવી જૈફ વયે આ દાદી ઉત્સાહપૂર્વક પોતાની હસ્તકલાના દમ પર કમાણી કરી રહ્યાં છે.

તેઓ પ્રવૃત્તિમય જીવનને પ્રાધાન્ય આપે છે.

પોતાના ઉત્સાહથી અન્યોને પ્રેરિત કરતાં પદ્માબા કહે છે કે, "તેમને નવરાં બેસી રહેવું નથી ગમતું."

તેઓ હૅન્ડિક્રાફ્ટની અલગ અલગ વસ્તુઓ જાતે બનાવીને પોતે જ તેને વિદેશમાં ઍક્સ્પૉર્ટ પણ કરે છે.

તેઓ વસ્ત્રોમાંથી ખૂબ જ ઉપયોગી ઘરગથ્થુ વસ્તુઓ પાછલાં 40 વર્ષથી બનાવે છે.

જુઓ, તેમની પ્રેરણાદાયક કહાણી, માત્ર બીબીસી ગુજરાતી સાથે...

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન