વીનેશ ફોગાટ : હાર, ઇજા કે મહેણાંટોણાં...પરંતુ આ પહેલવાનને કોઈ પછાડી ન શક્યાં
વીનેશ ફોગાટ, પ્રથમ ભારતીય મહિલા કુસ્તીબાજ જેઓ બે વર્લ્ડ ચૅમ્પિયનશિપ મેડલ જીત્યાં.
તેમનામાં એટલું બળ છે કે તેમની અવગણના ન થઈ શકે.
ગ્રામીણ હરિયાણાના કુસ્તીબાજોના કુટંબમાંથી વીનેશ આવે છે.
પરિવારની તમામ છોકરીઓને કુસ્તીબાજ બનાવવાની દૂરદૃષ્ટિ તેમના કાકાની હતી.
રિયોમાં તેમની હાર બાદ ટોક્યો ઑલિમ્પિક તેમનું મોટું સપનું હતું
પરંતુ વીનેશ ખરાબ રીતે નિષ્ફળ રહ્યાં.
તેમણે આ બાદ કંઈક એવું લખ્યું કે જેનાથી ખબર પડે છે કે આ નિષ્ફળતા બાદ તેમના મનમાં જાણે કંઈક તૂટી ગયું. તેમના શબ્દો નીચે મુજબ હતા.
“મને લાગે છે કે હું તે તૂટેલા પગે વધુ સારી હતી. હાલ મારું શરીર જ નહીં હું સંપૂર્ણ રીતે ભાંગી ગઈ છું.
હાલ મારું શરીર જ નહીં હું સંપૂર્ણ રીતે ભાંગી ગઈ છું.”
પરંતુ બાદમાં વીનેશે તેમના ટીકાકારોને 2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ જીતીને જવાબ આપ્યો.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
