પી. વી. સિંધુ : ભારતનાં એકમાત્ર મહિલા ખેલાડી જેમણે ઑલિમ્પિકમાં બે વખત મેડલ જીત્યા

વીડિયો કૅપ્શન, પી. વી. સિંધુ
પ્રકાશિત

ભારતીય બૅડમિન્ટન ખેલાડી પી. વી. સિંધુ બે ઑલિમ્પિક મેડલ જીતનારાં પ્રથમ ભારતીય મહિલા ખેલાડી છે. તેઓ ભારતનાં વર્તમાનનાં સૌથી સફળ રમતવીરોમાંથી એક છે.

પી. વી. સિંધુ ભારતમાં બૅડમિન્ટનનાં પોસ્ટર ગર્લ છે.

તેઓ પ્રથમ હરોળનાં ઍથ્લીટ પણ છે.

આત્મવિશ્વાસ તેમની સૌથી મોટી તાકાત છે.

પી. વી. સિંધુએ તેમના પરિવારના રમતના વારસાને આગળ વધાર્યો છે.

સિંધુએ 2022 કૉમનવેલ્થ ગેમ્સથી પોતાના કલેક્શનમાં ગોલ્ડ ઊમેર્યો હતો.

જોકે હજુ પણ તેમની માટે 2016માં તેમણે જીતેલો પહેલો ઑલિમ્પિક મેડલ ખૂબ જ ખાસ છે.

પી. વી. સિંધુ એકમાત્ર ભારતીય મહિલા ખેલાડી છે, જેમણે બે ઑલિમ્પિક મેડલ જીત્યા છે. અને દરેક મેડલ રસાકસી બાદ જીત્યા છે.

2022ની ફોર્બ્સની યાદી પ્રમાણે વિશ્વભરમાં સૌથી વધુ કમાણી કરતાં મહિલા રમતવીરોમાં પી. વી. સિંધુ સાતમા ક્રમે હતાં.

અસાધારણ મહિલા રમતવીર તરીકે પી. વી. સિંધુની યાત્રા યથાવત્ છે.

બૅડમિન્ટન વર્લ્ડ ફેડરેશન્સ ઍથ્લીટ્સ કમિશનનાં સભ્ય તરીકે હાલમાં જ તેમની વરણી થઈ છે.

અને આ તેમનો મૂળ મંત્ર છે -

"ઘણા લોકો મને પ્રેરણા માને છે. પરંતુ હું માત્ર એટલું કહીશ કે આ માત્ર અમુક મહિનાની કઠોર મહેનત નથી, તેમાં વર્ષો લાગી ગયાં છે.

સફળતા સરળ નથી હોતી, દરરોજ એક પ્રક્રિયા છે, તે પછી જ તમે એક નિશ્ચિત લેવલે પહોંચો છો. સફળતા નિશ્ચિત જ છે, પરંતુ ત્યારે જ જ્યારે તમે કઠોર મહેન કરવાનું ચાલુ રાખો."

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન