સાક્ષી મલિક : પિતૃસત્તા સામે લડીને ઑલિમ્પિકમાં મેડલ જીતવાની કહાણી
ઑલિમ્પિક મેડલ જીતનારાં એકમાત્ર ભારતીય મહિલા કુસ્તીબાજ.
તમે તેમને સાક્ષી મલિક તરીકે ઓળખો છે.
જોકે આ એક સ્વપ્નથી શરૂ થયું હતું.
તેમણે એવા સમયે કુસ્તી શરૂ કરી જ્યારે બહુ ઓછી છોકરીઓ પુરુષોના પ્રભુત્વવાળી આ રમતમાં ભાગ લેતી હતી.
તેમણે શારીરિક શિક્ષણમાં ડૉક્ટરેટ કરવા ધાર્યું હતું.
પરંતુ 2016માં રિયો ઑલિમ્પિક આવી ગયો. જેમાં તેઓ બ્રોન્ઝ મેડલ જીત્યાં.
2022માં કૉમનવેલ્થ ગેમ્સમાં તેમણે નોંધનીય પુનરાગમન કર્યું.
જોકે 2018થી 2022 વચ્ચેના ગાળામાં તેમણે ઘણી હારનો સામનો કરવો પડ્યો.
ટીકાકારોએ પણ તેમની ઘણી ટીકા કરી હતી.
એક પ્રતિષ્ઠિત કુસ્તીબાજ પરિવારમાં લગ્ન કરનારાં સાક્ષી કહે છે કે લગ્ન છોકરીઓ માટે અવરોધ ન બનવાં જોઈએ.
દૂર-સુદૂરના વિસ્તારની યુવતીઓ
હવે તેમનાં સાસરિયાંની રેસલિંગ ઍકેડમીમાં તાલીમ લે છે.
તેઓ બીજી સાક્ષી બનવાનું સ્વપ્ન ધરાવે છે.
સાક્ષી ઇચ્છે છે કે તેની રાખમાંથી પેદા થવાની વાર્તા એક દિવસ બાયોપિક મારફતે દરેક સુધી પહોંચે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો
