મીરાબાઈ ચનુ : વાંસથી વેઇટલિફ્ટિંગની પ્રૅક્ટિસથી લઈને દેશ માટે મેડલ જીતવા સુધીની સફર

વીડિયો કૅપ્શન, મીરાબાઈ ચનુ
પ્રકાશિત

મર્યાદાઓને પડકારવી...

આ લક્ષણ મીરાબાઈ ચનુની ઓળખ છે.

ગામમાં માથાં પર લાકડાં લઈ જવાથી ટોક્યો ઑલિમ્પિકમાં વેઇટલિફ્ટિંગમાં સિલ્વર મેડલ જીતનારાં પ્રથમ મહિલા બનવા સુધીની મીરાબાઈ ચનુની સફર અનોખી રહી છે.

ભારતની વેઇટલિફ્ટિંગ પાવરગર્લ માટે તે સરળ નહોતું.

તેમની પાસે યોગ્ય આહાર કે મુસાફરી માટે પણ પૈસા નહોતા.

તેમના કોચના માર્ગદર્શન હેઠળ મીરાબાઈએ ટોક્યો ઑલિમ્પિકમાં ઇતિહાસ રચ્યો હતો.

એક એવી જીત જે હજુ પણ મીરાબાઈ માટે ખાસ છે.

ટોક્યો ઑલિમ્પિકની ચાંદી 2022 બર્મિંગહામ કૉમનવેલ્થ ગેમ્સમાં સોનામાં પરિવર્તિત થઈ.

પરંતુ એક સમય એવો હતો, જ્યારે તેઓ 2016 ઑલિમ્પિકમાં નિષ્ફળ રહ્યાં હતાં.

તેઓ ડિપ્રેશનનો સામનો કરતાં હતાં, રમત છોડવા માગતાં હતાં. આ સમયે ચા વેચતાં તેમનાં માતા તેમની સાથે ઊભાં હતાં.

વર્ષોથી પરિવારજનોને તેઓ નથી મળી શક્યાં.

2017 વર્લ્ડ ચૅમ્પિયનશિપ માટે તેઓ બહેનનાં લગ્નમાં હાજરી નહોતાં આપી શક્યાં.

મીરાબાઈએ વેઇટલિફ્ટિંગ માટે ઘણાં બલિદાનો આપ્યાં.

મીરાબાઈએ 2022માં કોલંબિયામાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપમાં રજતચંદ્રક જીત્યો હતો.

હાલ તો 4 ફૂટ 11 ઇંચ ઊંચાઈ ધરાવતાં આ રમતવીર તેમના ખભા પર લાખો લોકોનાં સપનાંનો ભાર ઉઠાવી રહ્યાં છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન