મોરબી પુલ દુર્ઘટના : લોકોને બચાવવા ગયેલી વ્યક્તિએ જણાવ્યું કે પુલ તૂટ્યા બાદ શું થયું હતું?

વીડિયો કૅપ્શન, મોરબી પુલ દુર્ઘટના : લોકોને બચાવવા ગયેલી વ્યક્તિએ જણાવ્યું કે પુલ તૂટ્યા બાદ શું થયું હતું
પ્રકાશિત

રવિવારે સાંજે છ વાગ્યા આસપાસ ગુજરાતના મોરબીમાં મચ્છુ નદી પરનો પુલ તૂટી પડ્યો હતો, પુલ તૂટ્યો એ વખતે તેની પર સેંકડો લોકો હતા. પુલ તૂટતાં જ એ લોકો નદીમાં પડ્યા હતા અને તણાવા લાગ્યા હતા.

આ ઘટનામાં 135 લોકોનાં મૃત્યુ થયાં છે.

નદીમાં પડેલા લોકોની મદદ માટે આગળ આવનાર વ્યક્તિઓ પૈકી એક રમેશભાઈ જિલરિયા પણ હતા. તેમણે જણાવ્યું હતું કે તેમણે ઘણા લોકોને બચાવ્યા હતા. અને ઘણા મૃતદેહો પણ કાઢ્યા હતા.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન