મોરબી : મચ્છુ નદી પરના પુલની દુર્ઘટનામાંથી બચેલા વ્યક્તિએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, મોરબી : મચ્છુ નદી પરના પુલની દુર્ઘટનામાંથી બચેલા વ્યક્તિએ શું કહ્યું?
પ્રકાશિત

ગુજરાતના મોરબીમાં ઝૂલતો પુલ પડી જતાં દુર્ઘટના સર્જાઈ છે. આ દુર્ઘટનામાં પુલ પર હાજર સંખ્યાબંધ લોકો નદીમાં પડ્યા હતા જેમાં 68 લોકોનાં મૃત્યુ થયાં છે.

મોરબીમાં મચ્છુ નદી પર આવેલા ઝૂલતો પુલ ધરાશાયી થવાની દુર્ઘટનાના કારણે ઘણા પરિવારોએ પોતાના સ્વજનો ગુમાવ્યા હતા.

દુર્ઘટનામાં ઘણા લોકો ઈજાગ્રસ્ત થયા હોવાના પણ અહેવાલ મળ્યા હતા.

જિલ્લા કલેક્ટર અને મેજિસ્ટ્રેટ કાર્યાલય અનુસાર 170 લોકોને બચાવવામાં આવ્યા હતા.

આ ઘટનામાં અત્યાર સુધીમાં 135 લોકોનાં મૃત્યુ થયાંની પુષ્ટિ થઈ છે.

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન