ભંગારમાંથી યુનિક સાઇકલ બનાવતા 57 વર્ષીય રાજેન્દ્રન

પ્રકાશિત

ચેન્નાઈની એક લેથ વર્કશૉપમાં કામ કરતા 57 વર્ષીય રાજેન્દ્રનને બાળપણથી જ સાઇકલો પ્રત્યે આકર્ષણ છે.

બાળપણમાં પિતાએ અપાવેલી સાઇકલને તેમણે છૂટી પાડીને ફરીથી જોડી હતી.

આજે તેઓ ખુશી માટે ભંગારમાં આવેલી ધાતુની વસ્તુઓમાંથી મોટી, અલગ અને રસપ્રદ સાઇકલો બનાવે છે.

આ સાઇકલો સારી રીતે ચાલે પણ છે અને ઘણી વાર ચેન્નાઈની શેરીઓમાં તેમને આ સાઇકલોની સવારી કરતા જોઈ શકાય છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો