ગુજરાત : સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત માટે ચોમાસું કેવું રહેશે?

વીડિયો કૅપ્શન, ગુજરાત : સપ્ટેમ્બર મહિનામાં ગુજરાત માટે ચોમાસું કેવું રહેશે?
પ્રકાશિત

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી રાજ્યોના અનેક વિસ્તારોમાં સતત વરસાદ પડી રહ્યો હતો.

જોકે, હવે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ બંધ થઈ જશે.

તાજેતરમાં બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન મધ્ય ભારત પરથી થઈને રાજસ્થાન પર આવ્યું હતું. જેના કારણે ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

ઑગસ્ટ મહિનાના અંત સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં હવે વરસાદની માત્રા ઘટી જશે અને આકાશ સ્વચ્છ થઈ જશે. જાણો સપ્ટેમ્બર મહિનાની ચોમાસાની આગાહી શું કહી રહી છે?

લાઇન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો

લાઇન