You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિશ્વ રક્તદાતા દિવસ : અમદાવાદનો એ પરિવારને જેમણે 250 કરતાં વધારે વખત રક્તદાન કર્યું છે
વિશ્વ રક્તદાતા દિવસે મળો ગુજરાતના અમદાવાદના એ પરિવારને જેઓ પોતે રક્તદાન કરે છે અને બીજા પાસે પણ કરાવે છે.
આ પરિવારમાં ડૉ. વિનીત પરીખ છે, જેમણે 100 વખત રક્તદાન કર્યું છે, તેમનાં પત્ની 92 વખત રક્તદાન કરી ચૂક્યાં છે.
સાથે જ તેમનાં સંતાનો પણ અનેક વખત રક્તદાન કરી ચૂક્યાં છે. એણ સરવાળે આ પરિવારે 250 કરતાં વધારે વખત રક્તદાન કર્યું છે.
આ પરિવારમાં લગ્ન હોય કે કોઈનું મૃત્યુ થયું હોય, ત્યારે આ પરિવાર રક્તદાન કૅમ્પ યોજે છે અને પોતે પણ રક્તદાન કરે છે.
રક્તદાન અંગેની આ માન્યતાઓ અને તેની હકીકતો જાણો છો?
વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશનના જણાવ્યા પ્રમાણે જે વ્યક્તિનું સ્વાસ્થ્ય સારું છે તે વ્યક્તિ રક્તદાન કરી શકે છે.
જોકે, રક્તદાન માટે કેટલીક ચેતવણી પણ છે જેનાથી રક્તદાનનો મામલો થોડો અઘરો બને છે અને તેનાથી ખોટા ભ્રમ અને માન્યતાઓ ઊભી થઈ જાય છે.
આવી જ કેટલીક માન્યતાઓ અંગે અમે વાત કરીશું અને જણાવીશું કે કેવી રીતે આ માન્યતાઓ ખોટી છે.
આ ચિંતા શરીરમાં આયર્નની ખામીના કારણે વ્યક્ત કરવામાં આવે છે. આયર્ન લોહીમાં સૌથી મહત્ત્વપૂર્ણ ઘટક છે.
મુખ્ય ચિંતા એવી હોય છે કે શાકાહારી લોકોને તેમના ખોરાકથી ઓછું આયર્ન મળે છે.
પરંતુ જ્યાં સુધી તમે યોગ્ય ભોજન લો છો, ત્યાં સુધી તમને શરીરમાં પુરતાં પ્રમાણમાં આયર્ન મળી જ રહે છે.
જો તમારા શરીરમાં આયર્નની ખામી છે, તો તમારી સુરક્ષાને ધ્યાનમાં રાખતા તમને રક્તદાન કરવા દેવામાં નહીં આવે.
મોટાભાગના દેશોમાં રક્તદાન પહેલા સ્થળ પર જ હિમોગ્લૉબિનનું પરીક્ષણ કરવામાં આવે છે અને જો કોઈ વ્યક્તિના લોહીમાં તેની ખામી હોય તો તેમને રક્તદાન કરવા દેવામાં આવતું નથી.
તમારા શરીરનું લોહી સમાપ્ત નહીં થઈ જાય
એક વયસ્ક વ્યક્તિના શરીરમાં આશરે 5 લિટર લોહી હોય છે. લોહીનું આ પ્રમાણ વ્યક્તિના વજન પ્રમાણે હોય છે. સામાન્યપણે એક વખત રક્તદાન કરવાથી તમારા શરીરનું 500 મિલીલિટર લોહી ઓછું થશે.
એક સ્વસ્થ વ્યક્તિના શરીરમાં લોહીનું આ પ્રમાણ તેઓ આગામી 24-48 કલાકમાં ફરી મેળવી લેશે.
એટલે કે..
- જો તમે સ્વસ્થ છો
- તમારું વજન ઓછામાં ઓછું 50 કિલો અને 160 કિલો કરતાં વધારે નથી.
- તમારી ઉંમર 18થી 66 વર્ષની વચ્ચે છે (દેશ પ્રમાણે આ આંકડો બદલાય છે)
- મહિલા ગર્ભવતી નથી અથવા તો સ્તનપાન કરાવતી નથી.
- વ્યક્તિને HIV ઇન્ફેક્શન નથી
- છેલ્લાં 1 વર્ષ દરમિયાન ખતરનાક પ્રવૃત્તિઓ કરી નથી
- તો તમે રક્તદાન કરી શકો છો..
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો