અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી મામલે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, અરવિંદ કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી મામલે શું કહ્યું?
પ્રકાશિત

બે દિવસની ગુજરાત મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે ભરૂચ ખાતે આદિવાસી સંકલ્પ મહાસંમેલનમાં ભાગ લીધો હતો.

આદિવાસીઓને સંબોધતા અરવિંદ કેજરીવાલે રાજ્યની ભાજપ સરકાર સામે શિક્ષણ, આદિવાસીઓના વિકાસ અને પેપરલીક સહિતના વિવિધ મુદ્દે પ્રહરો કર્યા હતા.

દિલ્હીના મખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે રવિવારે ગુજરાતના ભરૂચમાં એક રેલીને સંબોધી હતી.

તેમણે ગુજરાતની શાળાઓની પરિસ્થિતિની ટીકા કરતા કહ્યું, "ગુજરાતમાં 6,000 સરકારી શાળાઓ બંધ છે. કેટલીય શાળાઓની પરિસ્થિતિ ખંડેર જેવી છે. લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય અધ્ધરતાલ છે. જે રીતે અમે દિલ્હીમાં શાળાઓ બદલી એ રીતે આપણે આ ભવિષ્યને બદલી શકીએ છીએ."

તેમણે વધુમાં કહ્યું કે હું ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલને પડકાર આપું છું કે તેઓ પેપર લીક વગર કોઈ એક પરીક્ષા કરી બતાવે.

તેમણે લોકોને કહ્યું કે, અમને એક મોકો આપો. જો અમે આ અવસરમાં શાળાઓને ન સુધારીએ તો અમને બહાર કરી દેજો".

તેમણે દાવો કર્યો કે દિલ્હીમાં ચાર લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળામાંથી દિલ્હી સરકારની શાળાઓમાં જતા રહ્યા છે.

તેમણે કહ્યું કે, દિલ્હીમાં અમીરો અને ગરીબોનાં બાળકો સાથે ભણી રહ્યાં છે. દિલ્હીમાં આ વર્ષે પાસ પરસન્ટેજ 99.7 ટકા રહ્યો છે.

આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં આદિવાસી પ્રભુત્વવાળી 27 બેઠકો ઉપર ધ્યાન કેંદ્રિત કર્યું છે. ગુજરાતમાં આદિવાસીઓની વસતી એક કરોડ જેટલી છે.

ગત મહિને આમ આદમી પાર્ટીએ આંતરિક સર્વેમાં ગુજરાતમાં 58 બેઠકો જીતી રહ્યા હોવાનો દાવો કર્યો હતો.

લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો