You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભાવનગરમાં ઘરફોડના કેસમાં પકડાયેલ આરોપી ફહીમનાં માતાએ શું કહ્યું?
થોડા દિવસ પહેલાં ભાવનગરમાં થયેલી ઘરફોડના કથિત આરોપીનું પગેરું શોધતાં દિલ્હી પહોંચેલા ગુજરાત પોલીસના ચાર જવાનો ખાનગી વાહનમાં પરત ફરી રહ્યા હતા.
દિલ્હીમાંથી પકડાયેલા આરોપી પણ એમની સાથે જ હતા.
તેઓ ગુજરાત પહોંચે એ પહેલાં જ વાહનને રાજસ્થાનમાં અકસ્માત નડ્યો અને આરોપી સહિત ચારેય પોલીસકર્મીઓ મૃત્યુ પામ્યા.
ગુજરાત પોલીસ અનુસાર આરોપી ફહીમ ચોરીના કેસમાં શકમંદ હતા. ફહીમ દિલ્હીના સીલમપુર વિસ્તારમાં રહેતા હતા અને પરિવારજનોના જણાવ્યા અનુસાર એક કૅબ ડ્રાઇવર હતા.
અકસ્માતમાં મૃત્યુ બાદ ફહીમનાં માતા અને પરિવારજનોનો બીબીસી ગુજરાતીએ સંપર્ક સાધ્યો હતો. જેમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા થયા હતા. જુઓ આ સમગ્ર તપાસના કેટલાક ખાસ અંશો, માત્ર બીબીસી ગુજરાતી પર.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો