You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનાં એ આદિવાસી મહિલા જેઓ મધ વેચીને કમાય છે લાખો અને કેટલાંયને રોજગાર આપે છે
પ્રકાશિત
અસ્મિતાબહેન એક એવાં આદિવાસી મહિલા છે જેઓ મધ વેચીને મહિને લાખો રૂપિયાની આવક મેળવે છે.
નવસારી જિલ્લાના ચીખલીથી દસ કિલોમિટરના અંતરે આવેલું સોલધરા ગામ મધમાખીઉછેર માટે જાણીતું બન્યું છે.
અહીં રહેતાં અસ્મિતાબહેન અને તેમના પતિ અશોકભાઈ ખેતી કામ કરતાં હતાં. પરંતુ તેમાં યોગ્ય ઊપજ ન મળવાને લીધે મધમાખીનો ઉછેર કરવાનું શીખ્યાં અને હાલમાં મધનો વ્યવસાય કરે છે.
તેમણે આ વેપારમાં એટલી પ્રગતિ કરી કે તેઓ હવે આ વ્યવસાયમાં પાવરધાં થઈ ગયાં છે અને સારી એવી કમાણી કરે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો