ખેડૂત આંદોલન : એક વર્ષ લાંબા આંદોલન બાદ ઘરે જવા લાગ્યા છે પ્રદર્શનકારી ખેડૂતો

પ્રકાશિત

કેન્દ્ર સરકારે ત્રણેય કૃષિકાયદા પરત ખેંચી લીધા બાદ એક વર્ષ લાંબા આંદોલનનો અંત આવ્યો છે અને પ્રદર્શનકારીઓ તંબુ છોડીને ઘર તરફ જવા લાગ્યા છે.

ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, સંસદ દ્વારા વિવાદાસ્પદ ત્રણ કૃષિકાયદાઓ પાછા ખેંચાયા બાદ દિલ્હીની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોએ તેમના આંદોલનને સમેટીને ઘરે પરત ફરવાનું શરૂ કર્યું છે.
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, એક વર્ષથી વધુ સમયથી દિલ્હીની સિંઘુ, ટીકરી અને ગાઝીપુર બૉર્ડર પર ખેડૂત આંદોલન ચાલી રહ્યું હતું.
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, આંદોલનકારી ખેડૂતોએ શનિવારે તેમના અસ્થાયી ડેરાતંબુઓને હઠાવવાનું શરૂ કર્યું છે અને ઘરે પાછા ફરતા તેઓ 'વિજય સરઘસ' કાઢી રહ્યા છે.
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, આ કૂચ ગઈ કાલે જ યોજાવાની હતી પણ તામિલનાડુમાં હેલિકૉપ્ટર દુર્ઘટનામાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત સહિત 13 લોકોનાં મૃત્યુ બાદ કૂચ મોકૂફ રાખવામાં આવી હતી.
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે શુક્રવારે સમાચાર એજન્સી એએનઆઈને જણાવ્યું હતું કે ખેડૂતોનો એક મોટો સમુહ શનિવારે આંદોલન સ્થળને ખાલી કરશે. તેમણે કહ્યું હતું કે, “અમે વાત કરીશું, પ્રાર્થના કરીશું અને જેમણે અમને મદદ કરી છે તેમને મળીશું. લોકોએ હવે જવાનું શરૂ કરી દીધું છે અને બધું ખાલી થતા 4-5 દિવસ લાગશે. હું 15 ડિસેમ્બરે પાછો આવીશ."
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, કેન્દ્ર સરકારે ખેડૂતોની માગણીઓ માટે પાંચ સભ્યોની કમિટીની રચના કરવાની દરખાસ્ત મોકલતાં આખરે ખેડૂતોએ ઘરે પરત ફરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારે સમિતિ માટેનાં નામો સંયુક્ત કિસાન મોરચા પાસેથી જ માગ્યાં હતાં. સંયુક્ત કિસાન મોરચો ખેડૂતોના આંદોલનનું નેતૃત્વ કરી રહ્યો હતો.
ખેડૂતો, દિલ્હી, પંજાબ
ઇમેજ કૅપ્શન, મીડિયા અહેવાલો અનુસાર, સરકાર ખેડૂતો સામેના પોલીસ કેસ પાછા ખેંચવા પણ તૈયાર છે. આમાં પરાળી સળગાવવાથી લઈને હરિયાણા અને ઉત્તર પ્રદેશ પોલીસ દ્વારા દાખલ કરાયેલા આંદોલનકારીઓ સાથેની પોલીસ અથડામણના કેસોનો સમાવેશ થાય છે.