જનરલ બિપિન રાવત, જેમણે ભારતીય સેનાની યુદ્ધ લડવાની રીતને આધુનિક બનાવી
પ્રકાશિત
તામિલનાડુના કુન્નુરમાં દુર્ઘટનાગ્રસ્ત થયેલા હેલિકૉપ્ટરમાં ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવત તેમનાં પત્ની સહિત 13 લોકોનાં મોત થયાં છે.
હેલિકૉપ્ટર સુલુરના આર્મી બૅઝથી નીકળ્યું હતું. જનરલ રાવતને લઈને આ હેલિકૉપ્ટર વૅલિંગ્ટન સૈન્ય બૅઝ તરફ જઈ રહ્યું હતું.
ભારતીય સેનાએ આ દુર્ઘટના કેવી રીતે થઈ તેની તપાસના આદેશ આપ્યા છે.
જનરલ બિપિન રાવત દેશના પ્રથમ સીડીએસ હતા અને તેમણે સેનાની યુદ્ધ લડવાની રીતને આધુનિક બનાવી હતી.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો