જિજ્ઞેશ-કનૈયા દિલ્હીના ભગતસિંહ પાર્કમાં રાહુલ ગાંધીને મળ્યા, આજે કૉંગ્રેસમાં સામેલ થવાની શક્યતા

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

એવી શક્યતા છે કે આજે 28 સપ્ટેમ્બરે સીપીઆઈ નેતા કનૈયાકુમાર અને ગુજરાતના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાઈ શકે છે.

કૉંગ્રેસમાં જોડાવાની શક્યતા વચ્ચે બન્ને યુવા નેતા કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં આવેલા શહીદ-એ-આઝમ ભગતસિંહ પાર્ક મળ્યા હતા.

ત્રણેય નેતાઓ ભગતસિંહની પ્રતિમાને પુષ્પો અર્પણ કર્યાં હતાં. જે બાદ તેઓ કૉંગ્રેસ કાર્યાલય તરફ રવાના થઈ ગયા હતા.

કનૈયાકુમાર અને જિજ્ઞેશ મેવાણી

ઇમેજ સ્રોત, Getty Images

અંગ્રેજી અખબાર 'ધ હિન્દુ' રિપોર્ટમાં લખે છે કે એ વાતને લઈને પણ ચર્ચા છે કે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર 2024ની લોકસભા ચૂંટણી પહેલાં આ રીતે સૌથી જૂની પાર્ટીને નવું રૂપ આપવાની કોશિશ કરી રહ્યા છે.

અખબાર લખે છે કે જિજ્ઞેશ મેવાણી અને કનૈયાકુમારને કૉંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી પાર્ટીમાં સામેલ કરશે.

જોકે ઇન્ડિયન એક્સપ્રેસ તેમના રિપોર્ટમાં લખે છે કે, "અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ શનિવારે જાહેરાત કરી છે કે તેઓ 28 સપ્ટેમ્બરે કૉંગ્રેસમાં જોડાશે."

અહેવાલમાં એવું પણ નોંધ્યું છે કે આ અંગે પાર્ટીના દિલ્હીના નેતાઓએ આ અંગે ખરાઈ પણ કરી છે.

ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ તેમનાં સોશિયલ મીડિયા ઍકાઉન્ટ્સ પર આ અંગે કોઈ માહિતી આપી નથી.

line

કનૈયાએ પાર્ટીના નેતાઓને રાહ જોવડાવી

કનૈયાકુમાર

ઇમેજ સ્રોત, Getty Images

કનૈયાકુમારે મંગળવારે દિલ્હીમાં પાર્ટીના નેતાઓને ઘણી રાહ જોવડાવી હતી.

અંગ્રેજી અખબાર હિન્દુસ્તાન ટાઇમ્સના એક રિપોર્ટ અનુસાર, કનૈયાકુમારના કૉંગ્રેસમાં સામેલ થવાનાં અનુમાનોનું ખંડન કરવા માટે સીપીઆઈએ કનૈયાએ પત્રકારપરિષદ કરવાનું કહ્યું હતું.

એક પાર્ટીના નેતાએ નામ ન આપવાની શરતે અખબારને જણાવ્યું કે "કનૈયાએ ફોન અને મૅસેજનો કોઈ જવાબ આપ્યો નથી."

તો અન્ય એક નેતાએ કહ્યું કે "અત્યાર સુધી તેમણે સાર્વજનિક રીતે લગાવાઈ રહેલાં અનુમાનો પર કશું કહ્યું નથી."

મીડિયા અહેવાલો અનુસાર, કનૈયાકુમાર અને જિજ્ઞેશ મેવાણી કૉંગ્રેસમાં જોડાઈ શકે છે. બાદમાં સીપીઆઈ અને કનૈયાકુમાર વચ્ચે બેચેની વધી ગઈ છે.

એવું કહેવાય છે કે કનૈયા પોતાની પાર્ટીથી નારાજ છે, કેમ કે તેઓ એક મોટી ભૂમિકા નિભાવવા માગે છે.

line

2017ની ચૂંટણી અને હાર્દિક, જિજ્ઞેશ, અલ્પેશની ત્રિપુટી

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

વર્ષ 2017માં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણી વખતે જિજ્ઞેશ મેવાણી, હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર ભાજપ સામે પડ્યા હતા અને વિશ્લેષકોના મતે તેમણે ભાજપને નુકસાન પણ પહોંચાડ્યું હતું.

એ વચ્ચે ફરી એક વખત 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જિજ્ઞેશ મેવાણીના કૉંગ્રેસમાં જોડાવા અંગેના સમાચાર આવી રહ્યા છે.

જો મેવાણી કૉંગ્રેસમાં જોડાય તો ફરી એક વખત હાર્દિક અને જિજ્ઞેશ રાજકીય પક્ષમાં સાથે આવી જશે.

કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

લાઇન
બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો