સરદાર પટેલ જયંતી : નરેન્દ્ર મોદીએ કેવડિયામાં કહ્યું, 'દેશની એકતા તોડતાં તત્ત્વોને ઓળખવાની જરૂર'

ઇમેજ સ્રોત, ANI
આજે સરદાર વલ્લભભાઈ પટેલની જયંતી નિમિત્તે કેવડિયાસ્થિત તેમની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ સમારોહ યોજવામાં આવી રહ્યો છે.
સૌથી પહેલાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાં સ્ટેચ્યૂ ઑફ યુનિટી ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કરતાં કહ્યું, "આજે આતંકવાદના સમર્થનમાં કેટલાક લોકો ખૂલીને આવ્યા છે, જે વિશ્વ માટે, માનવતા માટે, ચિંતાનો વિષય છે. તમામ પંથ, સરકારે આતંકવાદ સામે એકજૂથ થવાની જરૂર છે."
"શાંતિ ભાયચારો, આદર માનવતાની સાચી ઓળખ છે."
"આતંકવાદ હિંસાથી કોઈનું કલ્યાણ થશે નહીં. ભારત છેલ્લા કેટલાક દાયકાથી આતંકવાદથી પીડિત છે."
તેમણે કહ્યું, "આપણે એ તત્ત્વોને શોધવાની જરૂર છે, જે દેશની એકતા તોડવા માગે છે."
"પરેડ જોતી વખતે મને પુલવામા હુમલો યાદ આવ્યો. એને આખા દેશને હચમચાવી દીધો હતો અને કેટલાક લોકોમાં રોષ નહોતો. એ લોકો રાજકીય તક શોધતા હતા."
"સરહદ પર ભારતની નજર અને દૃષ્ટિકોણ બદલાઈ ગયાં છે. ભારતની ભૂમિ પર નજર નાખનારને જડબાતોડ જવાબ આપવાની તાકાત આપણા વીર સૈનિકોમાં છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ કાર્યક્રમમાં હાજરી આપવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે જ કેવડિયા પહોંચી ગયા હતા.
આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતની મુલાકાતનો બીજો દિવસ છે.
આ પહેલાં શુક્રવારે તેમને કેટલીક પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું હતું.

ઇમેજ સ્રોત, ANI
અહીં રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં કેન્દ્રીય રિઝર્વ સુરક્ષા દળ, સીમા સુરક્ષા દળ, ભારતીય-તિબ્બત સીમા પોલીસ, કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા બળ અને રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાન સામેલ છે.
આ સિવાય સીઆરપીએફનાં મહિલા અધિકારીઓ દ્વારા રાઇફલ ડ્રિલનું પ્રદર્શન પણ કરવામાં આવ્યું છે..
આ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી વીડિયો કૉન્ફરન્સિંગથી ભારતીય સિવિલ સેવાના 428 ટ્રેઇની સાથે વાતચીત કરશે.
આ પહેલાં 30 ઑક્ટોબરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ એકતા ક્રૂઝ સેવા, એકતા મૉલ અને બાળકો માટે ન્યુટ્રિશન પાર્કનું લોકાર્પણ કર્યું હતું.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















