You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
નર્મદા નદી ભયજનક બની, ઘરોમાં પાણી ઘૂસતાં સેંકડોનું સ્થળાંતર
પ્રકાશિત
ગુજરાત સહિત ભારતના મોટા ભાગના રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતના પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે નર્મદા નદીમાં પાણીની જોર વધ્યું છે.
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને લીધે ત્યાંના ડૅમો છલકાઈ રહ્યા છે. આ સ્થિતિમાં તે ડેમોમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે જેનાથી ગુજરાતના અમુક જિલ્લાઓના ગામડાંમાં પૂરની સ્થિત સર્જાઈ શકે છે.
હાલમાં સરદાર સરોવર ડેમમાં 9.5 લાખ ક્યુસેક કરતાં વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લીધે ભરુચના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની આશંકા વર્તાઈ રહી છે.
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો