બીબીસીના સૌથી વધુ દર્શક-વાચક ભારતમાં, અઠવાડિક વૈશ્વિક પહોંચ 46.82 કરોડ થઈ

ભારતમાં બીબીસી ન્યૂઝનું કન્ટેન્ટ દર અઠવાડિયે છ કરોડ લોકો સુધી પહોંચે છે. જેમાં એવા દર્શક, વાચક તથા શ્રોતા પણ સામેલ છે, જેઓ અઠવાડિયામાં કમસે કમ એક વખત બીબીસીની સામગ્રી અલગ-અલગ પ્લૅટફૉર્મ ઉપર જુએ-વાંચે કે સાંભળે છે.
નવા આંકડા મુજબ, ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીબીસી ન્યૂઝ માટે ભારત સૌથી વધુ દર્શક ધરાવતો દેશ બન્યો છે.
બીબીસી કન્ટેન્ટ હિંદી અને અંગ્રેજી સિવાય તમિલ, ગુજરાતી, પંજાબી, મરાઠી, તેલુગુ, ઉર્દૂ તથા બાંગ્લા જેવી અન્ય ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ છે.
મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચવાનું મુખ્ય કારણ ડિજિટલ ગ્રોથમાં સારો ઉછાળ છે, જેમાં 186 ટકાનો વધારો જોવા મળ્યો હતો.
દુનિયાભરમાં બીબીસીના વાચક-દર્શક વિશે તાજેતરના આંકડા અંગે બીબીસીના ડાયરેકટર જનરલ ટોની હૉલે કહ્યું, "બ્રિટને બીબીસીની પૂર્વ વૈશ્વિક સંભાવનાઓ ઉપર કામ કરવાનું રહેશે."
નવા આંકડા મુજબ બીબીસીની સાપ્તાહિક વૈશ્વિક પહોંચ વધીને 46.82 કરોડ થઈ ગઈ છે, જે ગત વર્ષની સરખામણીમાં 11 ટકા વધુ છે. બીબીસી વર્લ્ડ સર્વિસ માટે આ રેકર્ડ સંખ્યા છે.
બીબીસી ન્યૂઝની વૈશ્વિક ભાષાઓમાં બીબીસી હિંદી સેવાના ડિજિટલ વાચકોની સંખ્યામાં સૌથી વધુ 175 ટકાનો વધારો જોવા મળ્યો હતો. દર અઠવાડિયે બીબીસી હિંદી ડિજિટલ માધ્યમો થકી એક કરોડ 30 લાખ લોકો સુધી પહોંચે છે.
ટીવી તથા સોશિયલી મીડિયાના પ્લૅટફૉર્મ સહિત અન્ય પ્રસારણ માધ્યમો થકી બીબીસી હિંદી દર અઠવાડિયે કુલ બે કરોડ 49 લાખ લોકો સુધી પહોંચે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બીબીસીની આંતરરાષ્ટ્રીય ભાષાની સેવાઓમાં ડિજિટલ માધ્યમો થકી લોકો સુધી પહોંચવાની બાબતમાં બીબીસી હિંદી સૌથી લોકપ્રિય સમાચાર સેવા બની ગઈ છે.
બીબીસીમાં ભારતીય ભાષાઓનાં વડાં રૂપા ઝાનું કહેવું છે, "ભારતીય ભાષાઓમાં બીબીસી ન્યૂઝનો પ્રભાવ તથા જબરદસ્ત ડિજિટલ ગ્રોથ ખૂબ જ ઉત્સાહવર્ધક છે. એ પણ એવા બજારમાં, જે માત્ર સમાચારોથી જ ભરેલું નથી, પરંતુ તેમાં સ્પષ્ટ, નિષ્પક્ષ તથા રચનાત્મક સમાચારોની જરૂરિયાત સ્પષ્ટપણે વર્તાય છે."
ઝાએ કહ્યું, "ભારતીય દર્શકોમાં અમે જે વિશ્વસનીયતા તથા ભરોસો જાળવી રાખ્યા છે, તેની ઉપર અમને ગર્વ છે. આ ભરોસાો તથા વિશ્વસનીયતાને કારણે જ સમાચારોની દુનિયામાં સતત બે વર્ષથી બીબીસી વિકાસ કરી રહ્યું છે."
"ખોટા સમાચાર તથા ફૅક ન્યૂઝના સમયમાં દર્શકોએ બીબીસીના વિશ્વસનીય તથા નિષ્પક્ષ પત્રકારત્વ ઉપર પોતાનો વિશ્વાસ જાળવી રાખ્યો છે, જે સુખદ અનુભવ છે."
ગત વર્ષે બીબીસી ગ્લોબલ ન્યૂઝ (અંગ્રેજી)એ પણ ભારતીય દર્શકોની સંખ્યાની બાબતમાં વૃદ્ધિ નોંધાવી હતી. જે હવે દર અઠવાડિયે એક કરોડ 11 લાખ ઉપર પહોંચી ગઈ છે. બીબીસી ગ્લોબલ ન્યૂઝમાં અંગ્રેજી ટીવી ચેનલ 'બીબીસી વર્લ્ડ ન્યૂઝ' તથા ' BBC.com' સમાવિષ્ટ છે.
વૈશ્વિક આંકડાની બાબતે ડાયરેકટર જનરલ ટોની હૉલે કહ્યું, "સફળતા માટે આપણે તમામ આંતરરાષ્ટ્રીય સંસાધનોનો ઉપયોગ કરવો રહ્યો. આપણે બીબીસીની તમામ સંભાવનાઓનો પૂર્ણ ઉપયોગ કરવો પડશે. આજે બીબીસી એ બ્રિટનની સૌથી મજબૂત તથા વિખ્યાત બ્રાન્ડ્સમાંથી એક છે. જે દુનિયાભરમાં ગુણવત્તા તથા નિષ્પક્ષતા માટે પર્યાયરૂપ છે."
માર્ચ-2020માં કોરોના વાઇરસના પ્રસારની સાથે દુનિયાભરમાં સાચા અને તથ્યપૂર્ણ સમાચારોની માગ વધી છે. આ સાથે જ બીબીસીએ અન્ય કોઈ આંતરરાષ્ટ્રીય મીડિયા સંસ્થાની સરખામણીએ પહોંચની બાબતમાં સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો છે.
દુનિયાભરમાં 42 અલગ-અલગ ભાષામાં બીબીસીનું કવરેજ 46 કરોડ લોકો સુધી પહોંચે છે.



તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















