કોરોના વાઇરસ : કોરોનામાં સુરતથી બિહાર જતી ટ્રેનમાં થઈ મહિલાની પ્રસૂતિ, બાળકનો જન્મ

પ્રકાશિત

કોરોના મહામારીને પગલે બે મહિનાથી લાગુ લૉકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે.

કોરોના મહામારીને પગલે સગર્ભાઓ વધારે મુશ્કેલીમાં મૂકાય છે. સરકારી હૉસ્પિટલો કોરોનાને લીધે વ્યસ્ત છે અને તેને લઈને પણ સ્વાસ્થ્યની સમસ્યાઓ સર્જાય છે.

લૉકડાઉન-4.0માં કેટલીક ટ્રેનો ચલાવાઈ રહી છે ત્યારે સુરતથી બિહારના સીતામઢી જઈ રહેલી ટ્રેનમાં મહિલાને પ્રસૂતિપીડા ઉપડી હતી.

અધિકારીઓ નજીકના સ્ટેશન પર મેડિકલ વ્યવસ્થા ઉપલ્બધ કરાવી હતી અને ટ્રેનમાં બાળકનો જન્મ થયો હતો. જુઓ સમગ્ર અહેવાલ વીડિયોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો