કોરોના હૉસ્પિટલ : મુંબઈએ અપનાવી ચીનની પદ્ધતિ

પ્રકાશિત

કોરોના મહામારીની ભારતમાં સૌથી વ્યાપક અસર મહારાષ્ટ્રમાં છે અને સૌથી વધારે કેસો મુંબઈમાં છે.

મહારાષ્ટ્રમાં 19 મે બપોર સુધી 35058 કેસો છે અને મહારાષ્ટ્રમાં કુલ 1249 લોકોનાં મૃત્યુ થયા છે.

મુંબઈમાં કોરોના વાઇરસનો સૌથી વધારે પ્રકોપ છે અને મુંબઈ શહેરમાં 21,335 કેસો સામે આવ્યા છે તથા 757 લોકોનાં મૃત્યુ થયા છે.

ચીનના વુહાન શહેરની જેમ મુંબઈ કોરોના સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે અહીં ચીનની કોવિડ-19 હૉસ્પિટલનું મૉડલ અપનાવવામાં આવ્યું છે.

વીડિયોમાં જુઓ કેવી છે મુંબઈની આ કૉવિડ-19 હૉસ્પિટલો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો