દારૂની દુકાનો પર લાંબી કતારો સાથે લૉકડાઉન-3ની શરૂઆત
પ્રકાશિત
લૉકડાઉનના ત્રીજા તબક્કાની આજે દેશમાં શરૂઆત થઈ. આ ત્રીજા તબક્કામાં સૌથી વધારે ચર્ચાનો મુદ્દો બની છે દારૂની દુકાનો.
જ્યાં દારૂબંધી નથી એવા રાજધાની દિલ્હી સહિત દેશના અનેક રાજ્યોમાં સરકારે દારૂની દુકાનો ખોલવાની છૂટ આપી છે.
સરકારની આ રાહતને પગલે કિલોમિટર લાંબી લાઇનો દુકાનો પર જોવા મળી.
અનેક સ્થળોએ સોશિયલ ડિસ્ટિન્સિંગના નિયમો તૂટ્યા તો ભીડને કાબૂમાં લેવા પોલીસ લાઠીચાર્જ પણ થયો.
વિપક્ષ સરકારે આ આપેલી આ છૂટનો વિરોધ કરે છે અને સરકારે હોમ ડિલિવરી કરવી જોઈએ એવી માગ પણ કરે છે.
ઉલ્લેખનીય છે કે 22 માર્ચની દારૂની દુકાનો બંધ હતી.
વીડિયોમાં જુઓ દેશભરમાં દારૂની દુકાનો પરનો કોરોના માહોલ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો