કોરોના વાઇરસ લૉકડાઉનઃ નરેન્દ્ર મોદીની અપીલ પર લાઇટો બંધ થવાથી ઇલેક્ટ્રિકલ ગ્રીડ ઠપ થઈ શકે?

કોલાજ

ઇમેજ સ્રોત, Getty Images

    • લેેખક, અનંત પ્રકાશ
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 5 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અપીલ કરી છે કે બધા ભારતીય નાગરિકો પાંચમી એપ્રિલે રાજે નવ વાગ્યે નવ મિનિટ માટે પોતપોતાના ઘરની લાઇટ બંધ કરીને મીણબત્તી, દીપક પ્રગટાવે અથવા ટૉર્ચ લાઇટ અને મોબાઇલની ફ્લેશ લાઇટ ચાલુ કરે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ચારેય તરફ દરેક વ્યક્તિ જ્યારે એક-એક દીવડો પ્રગટાવશે ત્યારે પ્રકાશની મહાશક્તિની અનુભૂતિમાંથી એ હકીકત પ્રકટ થશે કે આપણે બધા એક જ હેતુ (કોરોના વાઇરસ) વિરુદ્ધ લડી રહ્યાં છીએ.

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

અલબત, વડા પ્રધાનની આ અપીલ એક સવાલ અને ચિંતાનું કારણ બની છે. તે એ છે કે વીજળીનો વપરાશ અચાનક ઓછો થઈ જવાથી અને ફરી નવ મિનિટ બાદ વધવાથી ગ્રીડ પર શું અસર થશે?

ભારતમાં કોરોના વાઇરસના કેસ

17656

કુલ કેસ

2842

સાજા થયા

559

મૃત્યુ

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

ગ્રીડ ઠપ થવાની વાત શા માટે?

પાવર

ઇમેજ સ્રોત, Getty Images

મહારાષ્ટ્રના ઊર્જા પ્રધાન નીતિન રાઉતે કહ્યું હતું કે બધા લાઇટ અચાનક બંધ કરી દેવાશે તો તેનાથી ગ્રીડ ફેઇલ થઈ શકે છે. આપણા બધી ઇમરજન્સી સેવાઓ બંધ થઈ શકે છે. એ પછી વીજળી પૂરવઠો પૂર્વવત થવામાં એક સપ્તાહ જેટલો સમય લાગી શકે છે.

તેમણે લાઇટ બંધ કર્યા વિના મીણબત્તી પ્રગટાવવાની અપીલ લોકોને કરી હતી.

કૉગ્રેસના નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન જયરામ રમેશે પણ આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી હતી.

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

જયરામ રમેશે ટ્વિટર પર લખ્યું હતું કે ઊર્જા ક્ષેત્ર સાથે લગભગ ત્રણ દાયકાથી જોડાયેલા હોવાને કારણે અને પ્રધાન તરીકે કામગીરી કરી ચૂકેલી વ્યક્તિ તરીકે તેમને લાગે છે કે પાંચમી એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ સુધી અંધારું કરવાથી ગ્રીડ પર અને તેના સંતુલન પર માઠી અસર થઈ શકે છે.

સવાલ એ છે કે જયરામ રમેશ સહિતના જાણકારો ગ્રીડ ઠપ થઈ જવાની આશંકા શા માટે વ્યક્ત કરી રહ્યા છે?

અંગ્રેજી દૈનિક ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં પ્રકાશિત એક લેખમાં જણાવ્યા મુજબ, ભારત દુનિયાનો એક એવો દેશ છે જ્યાં દૈનિક 150 ગીગાવોટથી પણ વધારે વીજપૂરવઠો પૂરો પાડવામાં આવે છે.

ભારતમાં ઊર્જા ગ્રીડનું સંચાલન પાવર સિસ્ટમ ઑર્ગેનાઇઝેશન કૉર્પોરેશન કરે છે. આ સંસ્થા પ્રત્યેક દિવસની માગ અનુસાર વીજ ઉત્પાદક પ્લાન્ટ્સ પાસેથી વીજળી મેળવે છે.

ભારતમાં કોરોના વાઇરસના કેસ

આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.

રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ કુલ કેસ સાજા થયા મૃત્યુ
મહારાષ્ટ્ર 1351153 1049947 35751
આંધ્ર પ્રદેશ 681161 612300 5745
તામિલનાડુ 586397 530708 9383
કર્ણાટક 582458 469750 8641
ઉત્તરાખંડ 390875 331270 5652
ગોવા 273098 240703 5272
પશ્ચિમ બંગાળ 250580 219844 4837
ઓડિશા 212609 177585 866
તેલંગણા 189283 158690 1116
બિહાર 180032 166188 892
કેરળ 179923 121264 698
આસામ 173629 142297 667
હરિયાણા 134623 114576 3431
રાજસ્થાન 130971 109472 1456
હિમાચલ પ્રદેશ 125412 108411 1331
મધ્ય પ્રદેશ 124166 100012 2242
પંજાબ 111375 90345 3284
છત્તીગઢ 108458 74537 877
ઝારખંડ 81417 68603 688
ઉત્તર પ્રદેશ 47502 36646 580
ગુજરાત 32396 27072 407
પુડ્ડુચેરી 26685 21156 515
જમ્મુ-કાશ્મીર 14457 10607 175
ચંદીગઢ 11678 9325 153
મણિપુર 10477 7982 64
લદ્દાખ 4152 3064 58
આંદમાન નિકોબાર 3803 3582 53
દિલ્હી 3015 2836 2
મિઝોરમ 1958 1459 0

સ્રોત : આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર

કલાકની સ્થિતિ 11: 30 IST

પાવર સિસ્ટમ ઑર્ગેનાઈઝેશન આ વ્યવસ્થા મારફત વીજળીની માગ અને પૂરવઠાનું સંતુલન સ્થાપિત કરે છે.

એ સંતુલન (ફ્રિકવન્સી) 50 હર્ટઝની હોય છે, જે અનુસાર વીજળી વડે ચાલતા ઉપકરણો કામ કરે છે.

આ સંતુલન બગડવાના કારણે પૂરવઠો વધારે પ્રમાણમાં આવે તો આપણા ઘરમાં વૉલ્ટેજમાં વધારો જોવા મળે છે અને માગ વધે ત્યારે વૉલ્ટેજમાં ઘટાડો જોવા મળે છે.

આ ટેક્નિકલ બાબતને સમજવા માટે બીબીસીએ ઑલ ઇન્ડિયા પાવર ફેડરેશનના અધ્યક્ષ શૈલેન્દ્ર દુબે સાથે વાત કરી હતી.

શૈલેન્દ્ર દુબે કહે છે, "વીજળી એક એવી સંપત્તિ છે, જેનો સંગ્રહ કરી શકાતો નથી. તેથી જેટલું ઉત્પાદન થાય તેનો વપરાશ થવો જરૂરી છે. હાલ દેશમાં લૉકડાઉનને કારણે વીજળીનું ઉત્પાદન ઘટીને 1,20,000 મેગાવોટ થઈ રહ્યું છે. સામાન્ય રીતે 1,67,000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થતું હોય છે."

શૈલેન્દ્ર દુબે ઉમેરે છે, "આ પરિસ્થિતિમાં રવિવારે રાતે નવ લાગ્યે લોકો અચાનક લાઇટ બંધ કરશે તો વીજળીના વપરાશમાં 17,000 મેગાવોટનો ઘટાડો થશે એવું માનવામાં આવે છે. વીજળીના વપરાશમાં ઘટાડો થાય તો વૉલ્ટેજ અચાનક વધી જાય છે. તેની 50 હર્ટ્ઝની ફ્રિકવન્સી વધવાની શક્યતા હોય છે અને ફ્રિકવન્સીમાં વધારો-ઘટાડો થાય તો ગ્રીડ ફેઇલ થવાનું જોખમ સર્જાય છે."

line
કોરોના વાઇરસ
line

ગ્રીડ ફેઇલ થવાની આશંકા શા માટે?

બદલો YouTube કન્ટેન્ટ, 1
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 1

ભારતમાં ઉત્પાદિત વીજળીના કુલ પૈકીના એક-તૃતિયાંશ હિસ્સાનો ઉપયોગ લોકોના ઘરોમાં થાય છે. ઘરમાંના ઍરકંડિશનરો, કૂલર્સ, પંખા, ટેલિવિઝન, ફ્રીજ અને ઇલેક્ટ્રિક ઓવન સહિતનાં ઉપકરણો ચલાવવા માટે તેનો ઉપયોગ થાય છે.

શૈલેન્દ્ર દુબે માને છે કે વપરાશ અચાનક ઓછો થઈ જાય તો ગ્રીડ ફેઇલ થવાનું જોખમ રહે છે.

તેઓ કહે છે, "આ વખતે અમને વીજળીનો વપરાશ ઘટવાની ખબર છે એટલે ગ્રીડ ફેઇલ ન થાય તેવાં પગલાં અમે લઈ રહ્યાં છીએ."

એક ચિંતા એ પણ છે કે વડા પ્રધાનની અપીલ પછી મોટા રહેણાંક વિસ્તારોમાં હાઉસિંગ કોમ્પ્લેક્સ અને મલ્ટીસ્ટોરી બિલ્ડિંગના વહીવટકર્તાઓ અતિઉત્સાહમાં વીજળીની મુખ્ય લાઇન જ બંધ કરી દેશે તો એ પછી શું થશે?

થાળી વગાડવાની વડા પ્રધાનની અપીલ વખતે આવો ઉત્સાહ જોવા મળ્યો હતો.

શૈલૈન્દ્ર દુબે કહે છે, "ઘરની લાઇટ બંધ કરવાને બદલે સામુહિક રીતે લાઇટ બંધ કરી દેવામાં આવશે તો, વીજ વપરાશનું જે આકલન અમે કર્યું છે તેનાથી પણ વીજ વપરાશ વધુ ઓછો થઈ જશે એ વાત સાચી છે. એ પરિસ્થિતિમાં ગ્રીડ ફેઇલ થવાનું જોખમ વધી જશે."

બદલો X કન્ટેન્ટ, 3
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 3

ઊર્જા મંત્રાલયે તેની ટ્વીટ્સમાં સ્પષ્ટતા કરી હતી કે વીજળીના વપરાશમાં અચાનક થનારા ફેરફારના સામના માટેની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી રાતે નવ વાગ્યે લાઇટ બંધ કર્યા બાદ ગ્રીડનું સંતુલન જળવાઈ રહે.

બદલો Facebook કન્ટેન્ટ

આ કન્ટેન્ટ ઉપલબ્ધ નથી

Facebook પર વધુ મેળવોબહારની વેબસાઇટ્સની સામગ્રી માટે બીબીસી જવાબદાર નથી.

Facebook કન્ટેન્ટ પૂર્ણ

પંખા બંધ કરવાના નથી

પરિપત્ર

ઇમેજ સ્રોત, Ministry of Power

ઊર્જા મંત્રાલયે વડા પ્રધાનની અપીલનો અર્થ સમજાવવા શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યાં હતાં.

ઊર્જા મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી, "વડા પ્રધાનની અપીલ પાંચ એપ્રિલે રાતે નવ વાગ્યે નવ મિનિટ સુધી લાઇટ ઑફ કરવા માટેની છે. સ્ટ્રીટ લાઇટ્સ કે કમ્પ્યુટર્સ, ટીવી, પંખા, ફ્રીજ અને ઍરકંડિશનરો બંધ કરવાનું જણાવવામાં આવ્યું નથી. માત્ર લાઇટ બંધ રાખવાની અપીલ કરવામાં આવી છે. હૉસ્પિટલો, પોલીસ સ્ટેશનો, મ્યુનિસિપલ સર્વિસ અને મેન્યુફેક્ચરિંગ સર્વિસને આ અપીલ લાગુ પડતી નથી. વડા પ્રધાનની અપીલ માત્ર ઘરો માટે છે. સ્ટ્રીટ લાઇટ ચાલુ રાખવાનું તમામ સ્થાનિક સંસ્થાઓને જણાવવામાં આવ્યું છે."

ગ્રીડ ફેઇલ થવાનું જોખમ ટાળી શકાય એવા ઉપાયોની વાત શૈલેન્દ્ર દુબેએ પણ કરી હતી.

તેઓ કહે છે, "રાતે નવ વાગ્યે વીજળીનો વપરાશ અચાનક ઓછો ન થઈ જાય એટલા માટે અમે પહેલાંથી જ પૂરવઠો ઘટાડવાની યોજના બનાવી છે. દાખલા તરીકે, ઉત્તર પ્રદેશમાં વીજળીના વપરાશમાં 3000 મેગાવોટનો ઘટાડો થવાની શક્યતા છે. તેની ગ્રીડ પર માઠી અસર ન થાય એટલા માટે ઉત્તર પ્રદેશ પાવર કૉર્પોરેશન રાતે આઠ વાગ્યાથી જ વીજળીની કપાત શરૂ કરીને વપરાશ ઘટાડશે. તેથી નવ વાગ્યે વીજળીનો વપરાશ ઘટશે ત્યારે એ 3,000 મેગાવોટનો નહીં, પણ તેનાથી ઘણો ઓછો હશે અને તેથી ગ્રીડ પર કોઈ નકારાત્મક અસર થશે નહીં."

બદલો YouTube કન્ટેન્ટ, 2
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 2

સૌપ્રથમવાર ક્યારે ફેલ થયેલી ગ્રીડ?

2012માં ગ્રીડ ફેઇલ થઈ હતી ત્યારે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, 2012માં ગ્રીડ ફેઇલ થઈ હતી ત્યારે

2012માં ગ્રીડ ફૅઇલ થઈ જવાને કારણે દેશનો એક મોટો હિસ્સો અંધારામાં ડૂબી ગયો હતો.

ટ્રેનો અધવચ્ચે થોભી ગઈ હતી અને કારખાનાઓમાં ઉત્પાદન પર તેની માઠી અસર થઈ હતી.

2012માં બીના-ગ્વાલિયર લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડ ફેઇલ થઈ હતી. એ લાઇન ટ્રીપ થવાથી આગ્રા-બરેલી ટ્રાન્સમિશન સેક્શનમાં પણ સર્કિટ્સ ટ્રીપ થઈ ગઈ હતી.

એ પછી જોતજોતામાં દેશની ઘણી ગ્રીડ ફેઇલ થઈ ગઈ હતી, જેના સમારકામમાં 15 કલાકથી વધુ સમય લાગ્યો હતો.

આખો દેશ એક સાથે લાઇટ બંધ કરવા તરફ આગળ વધી રહ્યો હોય એવી ઘટના આ અગાઉ ક્યારેય બની નથી.

ગ્રીડના સંતુલનનો આધાર વડા પ્રધાનની અપીલનો અક્ષરસઃ અમલ કરવા પર અને ગ્રીડનું સંતુલન જાળવવાની યોજનાનો યોગ્ય રીતે કરવા પર રહેશે.

બદલો YouTube કન્ટેન્ટ, 3
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ, 3

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો