You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Coronavirus : કોરોના વાઇરસનાં લક્ષણો કયાં છે? કેવી રીતે બચી શકાય?
ચીનમાંથી કોરોનાં વાઇરસ દુનિયાના બીજા દેશોમાં ફેલાયો છે.
ગુજરાતના મુખ્ય મંત્રી વિજય રુપાણીએ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથે વાત કરી ચીનમાં ફસાયેલા 100 જેટલા ગુજરાતી વિદ્યાર્થીઓ વિશે ચિંતા પ્રગટ કરી હતી અને જરૂરી પગલાં લેવા વિનંતી કરી હતી.
ઉલ્લેખનીય છે કે જયશંકર ગુજરાતમાંથી રાજ્યસભાના સંસદસભ્ય છે.
ચીનમાં દર્દીઓની સંખ્યા વધતી જાય છે, આ વાઇરસના કારણે હાલ સુધી 106 લોકોનાં મૃત્યુ થયા છે.
આ વાઇરસ દુનિયાના અન્ય દેશોમાં ફેલાંતાં વિશ્વના તબીબો, વૈજ્ઞાનિકો અને સરકારોની મુશ્કેલી વધી ગઈ છે.
આ વાઇરસથી બચવા માટે લોકોએ શક્ય હોય તેટલું અવરજવર કરવાનું ટાળવું, વારંવાર હાથ ધોવા અને દર્દીઓને આઇસોલેશનમાં સારવાર આપવી.
આ વાઇરસને આગળ વધતો અટકાવવાનો હાલ સુધી જે એકમાત્ર રસ્તો દેખાય છે તે એ છે કે વાઇરસથી ગ્રસ્ત દર્દીઓ અન્ય વ્યક્તિઓના સીધા સંપર્કમાં ન આવે.
ચીનનાં શહેરોમાંથી આ વાઇરસ જાપાન, દક્ષિણ કોરિયા અને થાઇલૅન્ડ સુધી પહોંચી ચૂક્યો છે ત્યારે જાણો લક્ષણો અને બચાવ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો