You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
PBL : પ્રીમિયર બૅડમિન્ટન લીગ અંગે શું માને છે પીવી સિંધુ
હવે ફરી એક વાર દેશી-વિદેશી ખેલાડીઓથી સજ્જ પીબીએલ એટલે કે પ્રીમિયર બૅડમિન્ટન લિગનું છઠ્ઠું સંસ્કરણ 20 જાન્યુઆરીથી શરૂ થયું છે. તેની ફાઇનલ નવ ફ્રેબુઆરીએ રમાશે.
બીબીસી સાથેની ખાસ વાતચીતમાં પીવી સિંધુએ કહ્યું, “આ ઘણી સારી વાત છે કે આ પ્રકારની લીગ છે. આ અમારા માટે જ નહીં, પણ યુવા ખેલાડીઓ માટે પણ બહુ ફાયદાકારક છે. તેનાથી લોકોને જાણવાનો મોકો મળે છે.“
“જે ખેલાડી સિંધુ કે સાઇના બનવા માગે છે, બૅડમિન્ટનમાં કરિયર બનાવવા માગે છે. તેઓ અમારી મૅચ જોઈ શકે છે. તેઓ જોઈ શકે છે કે કેટલી મહેનત લાગે છે. ”
સિંધુ માને છે કે આ જીતમાં પીબીએલમાં મળેલી સફળતા, અનુભવ, ટ્રેનિંગ, મોટા ખેલાડીઓ અને શાનદાર કોચિંગ અને ફિટનેસનો પણ મોટો રોલ હતો.
આ વખતની લીગમાં સાત ટીમ ભાગ લઈ રહી છે. જેમાં અવધ વૉરિયર્સ, બેંગલુરુ રૈપટર્સ, ચેન્નાઈ સુપર સ્ટાર્સ, હૈદરાબાદ હંટર્સ, મુંબઈ રૉકેટ્સ, નૉર્થ ઇસ્ટર્ન વૉરિયર્સ અને પૂણે 7 ઍસેસ સામેલ છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો