CAA અને હિંસા: કૉંગ્રેસની વિપક્ષી દળોની બેઠકથી માયાવતી અને મમતા બેનરજીએ છેડો ફાડ્યો

સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ

બહુજન સમાજ પાર્ટીનાં પ્રમુખ માયાવતીએ જાહેર કર્યું છે કે તેઓ નાગરિકતા સંશોધન કાયદો અને તેના વિરુદ્ધ અનેક યુનિવર્સિટીમાં હિંસા અંગે વિચારણા માટે કૉંગ્રેસની આગેવાની હેઠળ સોમવારે નવી દિલ્હીમાં વિપક્ષી દળોની એક બેઠકમાં ભાગ નહીં લે.

ઉત્તર પ્રદેશનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી માયાવતીએ આ બેઠકમાં ભાગ ન લેવાની જાહેરાત ટ્વિટર પર કરી હતી.

તેમણે એક પછી એક કેટલાક ટ્વીટ કરીને કહ્યું કે, "રાજસ્થાનમાં કૉંગ્રેસની સરકારને બહુજન સમાજ પાર્ટી બહારથી સમર્થન આપી રહી છે છતાં, તેમણે બીજી વખત બીએસપીના ઘારાસભ્યને તોડીને પોતાની પાર્ટીમાં સામેલ કરી લીઘા, જે વિશ્વાસઘાત છે."

બદલો X કન્ટેન્ટ, 1
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 1

માયાવતીએ કહ્યું," એવામાં કૉંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષી દળોની બેઠકમાં બહુજન સમાજ પાર્ટી સામેલ થશે તો તેનાથી રાજ્યમાં પાર્ટી કાર્યકરોનું મનોબળ નીચું થશે, એટલે બીએસપી કૉંગ્રેસની આ બેઠકમાં ભાગ નહીં લે."

માયાવતીએ કહ્યું, "એમ પણ બીએસપી CAA/NRCના વિરોધમાં છે. કેન્દ્ર સરકારને ફરી અરજી કરીએ છીએ કે તેઓ પોતાની વિભાજનકારી અને ગેરબંધારણીય કાયદાને પાછો ખેંચે. સાથે જ, જવાહરલાલ નેહરૂ યુનિવર્સિટી અને બીજા શૈક્ષણિક સંસ્થાનોમાં પણ વિદ્યાર્થીઓનું રાજનીતિકરણ દુર્ભાગ્યપૂર્ણ છે."

બદલો X કન્ટેન્ટ, 2
X કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

X કન્ટેન્ટ પૂર્ણ, 2

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે નવી દિલ્હીમાં આમ આદમી પાર્ટીએ આ બેઠકમાં ભાગ નહીં લેવાની જાહેરાત કરી છે.

જોકે ન્યૂઝ એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી કહ્યું છે કે નવી દિલ્હીમાં આગામી વિધાનસભા ચૂંટણીને જોતાં આમ આદમી પાર્ટીઓએ આ નિર્ણય કર્યો છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહે કહ્યું કે કૉંગ્રેસ તરફથી બોલાવવામાં આવેલી બેઠકમાં આપ પાર્ટી ભાગ નહીં લે. અમારી પાસે આવી કોઈ બેઠકની માહિતી નથી.

જોકે રાષ્ટ્રીય જનતા દળના નેતા મનોજ ઝાએ કહ્યું કે તેમના પાર્ટી આ બેઠકમાં ભાગ લેશે.

તેમણે કહ્યું કે એક પણ સદસ્ય આ બેઠકમાં ભાગ ન લે તો મનોબળ નીચું આવે છે. આ બેઠકનો હેતુ લોકો સાથે ઊભા રહેવાનો છે.

નવી દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ મતદાન થશે અને ચૂંટણી પરિણામ 11 ફેબ્રુઆરીએ જાહેર થશે.

ગત અઠવાડિયે પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી અને ત્રણમૂલ કૉંગ્રેસનાં પ્રમુખ મમતા બેનરજીએ આ બેઠકમાં ભાગ ન લેવાની વાત કહી હતી.

નવી દિલ્હીમાં યોજાનારી આ બેઠકમાં વિપક્ષી દળોના નેતાઓ નાગરિકતા સંશોધન કાયદા અને અનેક યુનિવર્સિટીમાં હિંસક બનાવો વિશે ચર્ચા થવાની છે.

પરંતુ મમતા બેનરજીએ કહ્યું હતું કે તેઓ નાગરિકતા સંશોધન કાયદો અને નેશ્નલ રજિસ્ટર ઑફ સિટિઝન્સ (એનઆરસી) સામે એકલાં લડશે.

પશ્ચિમ બંગાળની વિધાનસભામાં તેમણે ગત અઠવાડિયે કહ્યું હતું, "સીપીએમ અને કૉંગ્રેસ પશ્ચિમ બંગાળમાં ગુંડાગીરી કરી રહ્યા છે. "

જોકે જાન્યુઆરી 31થી સંસદનું બજેટ સત્ર શરૂ થવા જઈ રહ્યું છે.

બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો