CAA-NRC : ઇમરાન ખેડાવાલાએ લોહીથી પોસ્ટર લખીને વિરોધ કેમ કર્યો?

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
બદલો YouTube કન્ટેન્ટ
Google YouTube કન્ટેન્ટને મંજૂરી આપીએ?

આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.

થર્ડ પાર્ટી કન્ટેટમાં જાહેરખબર હોય શકે છે

YouTube કન્ટેન્ટ પૂર્ણ

શુક્રવારે CAA, NRC અને NPR મામલે ગુજરાત વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવાયું હતું.

જેમાં કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ સત્ર દરમિયાન અનોખી રીતે કેન્દ્ર સરકારના આ વિવાદિત નિર્ણયોનો વિરોધ કર્યો હતો.

ધારાસભ્ય ઇમરાન ખેડાવાળાએ પોતાના લોહીથી લખેલા પોસ્ટર મારફતે CAA, NRC અને NPR અંગે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો.

વિરોધની આ અનોખી રીત અંગે વાત કરતાં અને રાજ્ય-કેન્દ્રની ભાજપા સરકાર વિરુદ્ધ પ્રહાર કરતાં તેમણે કહ્યું હતું :

"આ પોસ્ટર મારફતે હું દેશ અને રાજ્યમાં પ્રવર્તી રહેલા હિંદુ-મુસ્લિમ ભાઈચારાને તોડવા માટેના પ્રયાસરૂપે કરવામાં આવેલી CAA, NRC અને NPR જોગવાઈ વિરુદ્ધ પોતાનો વિરોધ વ્યક્ત કરવા માગતો હતો."

"સમગ્ર દેશમાં કેન્દ્ર સરકારના નિર્ણયોને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે."

"હું આ પ્રકારે વિરોધમાં હું પણ મારો ફાળો આપવાનો પ્રયાસ કરી રહ્યો છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો