You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રેસ્ટ કૅન્સરનું ડૉક્ટર કરતાં પણ સચોટ નિદાન કરશે આ ટેકનૉલૉજી
એક નવા અભ્યાસ અનુસાર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એક ડૉક્ટર જેટલી જ સચોટતા સાથે બ્રેસ્ટ કૅન્સરનું નિદાન કરી શકે છે.
ગુગલ હેલ્થ એન્ડ ઇમ્પેરિયલ કૉલેજ લંડન દ્વારા એક મશીન લર્નિંગ કૉમ્પ્યુટર સિસ્ટિમને ઍક્સ-રે સમજવાની તાલીમ અપાઈ અને તે એક ડૉક્ટર કરતાં વધારે સચોટ સાબિત થયું.
આ પ્રયોગ પર કામ કરનારા સંશોધકો કહે છે કે આનાથી ઝડપી અને વધુ સચોટ નિદાન થઈ શકશે.
મૅમોગ્રામને સમજવાનું કામ ઘણા જ નિષ્ણાત ડૉક્ટરો દ્વારા થતું કુશળતાનું કામ છે. બે રેડિયોલોજિસ્ટ મહિલાના ઍક્સ-રેનું વિશ્લેષણ કરે છે.
હવે આ કામ ગુગલ હેલ્થ દ્વારા તૈયાર થયેલું - આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ધરાવતું - મશિન લર્નિંગ કૉમ્પ્યુટર પણ કરી શકે છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો