ટિકટૉક પર અંગ્રેજી શીખવતાં મહિલાની કહાણી

વીડિયો કૅપ્શન, એક વીડિયો જેનાથી મહિલાની જિંદગી બદલાઈ ગઈ
પ્રકાશિત

ગીત નામના મહિલા ટિકટૉક પર પ્રેરણાત્મક અને અંગ્રેજી શીખવવાના વીડિયો બનાવે છે.

તેઓ કહે છે, “બાળપણથી મારું સપનું ઍક્ટ્રેસ બનવાનું હતું. જ્યારે હું 10 વર્ષની હતી ત્યારે એક કાર-ઍક્સિડન્ટ થયો જેનાથી મારું ઍક્ટ્રેસ બનવાનું સપનું તૂટી ગયું હતું.”

તેમણે ટિકટૉકમાં રમૂજી વીડિયો નાખવાનું શરૂ કર્યું. પછી લોકોએ તેમને અંગ્રેજી શીખવવા માટે વિનંતી કરી.

અંગ્રેજી વીડિયો નાખવાના શરૂ કર્યું તો એક અઠવાડિયામાં એક લાખ ફૉલૉઅર્સ થઈ ગયા. જાણો ટિકટૉક પર અંગ્રેજી શીખવવાની સમગ્ર કહાણી. જુઓ વીડિયો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો