પ્રિયંકા ગાંધીએ શ્રીકૃષ્ણ અને રામનું ઉદાહરણ આપી યોગી સરકારને આડે હાથે લીધી
પ્રકાશિત
ઉત્તર પ્રદેશમાં નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધમાં થયેલાં પ્રદર્શન બાદ હિંસા થઈ હતી. જેમાં ઉત્તર પ્રદેશ પોલીસે સેંકડો લોકોની ધરપકડ કરી હતી.
ઉત્તર પ્રદેશ પોલીસે અનેક લોકોને હિંસા બાદ સરકારી સંપત્તિને થયેલાં નુકસાનની રકમ ચૂકવવા નોટિસ પણ પાઠવી છે.
પ્રિયંકા ગાંધીએ આની વિરુદ્ધમાં પ્રેસ કૉન્ફરન્સ કરી હતી. તેમણે કહ્યું, "ભગવો રંગ આધ્યાત્મિકતાનું પ્રતીક છે." આ ઉપરાંત તેમણે કહ્યું "શ્રીકૃષ્ણમાં બદલાની ભાવના ન હતી."
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો