પંજાબી ગીધા કરીને સોશિયલ મીડિયા પર મશહૂર બનેલાં નૂરની કહાણી

પ્રકાશિત

નૂર પંજાબમાં શિક્ષક છે અને તે પંજાબની મહિલાઓની જેમ ગીધા નૃત્ય કરે છે. આ ડાન્સ તેમનો જુસ્સો છે.

તેઓ છેલ્લાં 20 થી 21 વર્ષથી ડાન્સ કરે છે.

તેમણે ફેસબુક પર નાના વીડિયો અપલોડ કરવાનું શરૂ કર્યું અને લોકો તેને પસંદ કરવા લાગ્યા. હવે તેમને એક દિવસમાં ઘણાં બુકીંગ પણ મળે છે.

ગીધા કરવાની શરૂઆત વિશે તેઓ કહે છે, "મનમાં કંઈક એવી ધૂન ચઢી કે મેં અને મારા બે મિત્રોએ એક મિત્રનાં લગ્નમાં મહિલાઓનો વેશ ધારણ કર્યો."

"ત્યાં અમે ગીતો ગાયાં અને ડાન્સ કર્યો."

તેઓ કહે છે, "મારા ગ્રૂપમાં તમામ લોકો પુરુષો છે. કેટલાંક તેમને ટ્રાન્સજેન્ડર કહે છે."

"કેટલાક લોકો તેમને મહિલાઓના વેશમાં પુરુષો ગણાવે છે. કેટલાક લોકો તરફથી અમને સકારાત્મક પ્રતિક્રિયા મળે છે."

તેઓ કહે છે, "વર્ષો સુધી ગીધા નૃત્ય કર્યા બાદ મને લાગે છે કે હું પણ ગીધા છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો