You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સપનામાં વિચારેલી શાળાને હકીકતમાં બનાવનાર મહિલાની કહાણી
મીનાક્ષી ઉત્તરપ્રદેશથી છે અને તેઓ બાળકો માટે તામિલનાડુના ધરમપુરીમાં શાળા ચલાવે છે.
તેમણે 'મારી શાળા' પર નિબંધ લખ્યો હતો. તેમણે સપનાની શાળા વિચારી અને તેને હકીકતમાં ફેરવી હતી.
તેઓ કહે છે, “શાળામાં શિક્ષકો ન હોય, મારી શાળામાં પાઠ્યપુસ્તકો ન હોય અને ત્યાં ઘણી બધી વાંચવાની સામગ્રી હોય."
"પુસ્તકાલય અને રમતનું મેદાન મોટું હોય, ત્યાં ઘણાં બધાં ઝાડ હોય. ત્યાં બાળકોને ઝાડ પર ચડવાની આઝાદી હોય, કોઈ પણ વ્યક્તિ તેમને રોકે નહીં. ત્યાં તમે જાતે કામ કરો તેવી પ્રયોગશાળા હોવી જોઈએ.”
પુવિધામમાં સામાન્યત: અભ્યાસક્રમ સિવાય, ઉપભોક્તાવાદમાં ઘટાડો અને પર્યાવરણ સાથે સુમેળ સાધવા વિશે ભણાવાય છે.
તેઓ કહે છે, “સાતમા અને આઠમા ધોરણમાં અમે એક કસરત કરીએ છીએ. અમે બાળકોને ગામડામાં લોકો સાથે વાત કરવા મોકલીએ છીએ."
"તેઓ પ્રશ્નો પૂછે છે. જેમકે 'આ જગ્યા 30 વર્ષ પહેલાં કેવી હતી?', 'ત્રીસ વર્ષ પછી આ જગ્યા કેવી હશે?', 'હાલ કેવા પ્રકારની સમસ્યાઓ છે?'”
મીનાક્ષી નદીને સજીવન કરવા માટે પણ કાર્યરત્ છે. ગાંધીવાદી મીનાક્ષી માને છે કે પરિવર્તન ભણાવવાથી આવતું નથી, તમારે જાતે જ શરૂઆત કરવી પડશે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો