You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાશ્મીરમાં જૂવિનાઇલ કાયદાનું ઉલ્લંઘન કરીને 144 જેટલા સગીની અટકાયત કરી
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં જમ્મુ-કાશ્મીર પોલીસે કબૂલ્યું છે કે તેમણે રાજ્યનો વિશેષ દરજ્જો દૂર થયો ત્યાર પછી 144 જેટલા સગીરોની અટકાયત કરી હતી અને તેમાં સંપૂર્ણપણે કાનૂની પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું.
કાશ્મીરમાં સગીરોની અટકાયત સામે કોર્ટમાં કરાયેલી પિટિશનને પગલે પોલીસે આ જવાબ આપ્યો હતો.
બીબીસી સંવાદદાતા આમીર પીરઝાદાએ કેટલાક સગીરો અને તેમના પરિવાર સાથે વાતચીત કરી હતી.
પરિવારે આક્ષેપ કર્યો હતો, “સગીરોને પોલીસ દ્વારા 24 કલાકથી વધુ સમય સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા જેમાં જૂવિનાઇલ કાયદાનું ઉલ્લંઘન થયું છે.“
અહેવાલમાં સગીરો અને તેમના પરિવારોની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે, કારણ કે સત્તાધિશોની વળતી કાર્યવાહી મામલે પરિવારો દ્વારા ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.
જોકે હાલ સગીરો મુક્ત થઈ ગયા છે પણ અટકાયત સમયની યાદો તેમને સતાવી રહી છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો