રાત્રે પાંજરામાં બંધ પરિવારજનને મળવા આવતા દીપડા CCTVનમાં કેદ

ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ
છેલ્લા કેટલાક દિવસોથી પાવાગઢના નરભક્ષી દીપડા રૅસ્ક્યૂ-સેન્ટરના CCTVમાં અનોખી ઘટના નોંધાઈ રહી છે.
અહીંનાં પાંજરાંમાં નવ નરભક્ષી દીપડા 'આજીવન કેદ'ની સજા ભોગવી રહ્યા છે. નરભક્ષી દીપડા વધુ લોકોની હત્યા ન કરે તે માટે તેમને આજીવન પાંજરે પૂરવામાં આવે છે.
ત્યારે બે દીપડા નિયમિત રીતે તેમના 'પરિવારજન'ને મળવા માટે વાડ કૂદીને આવે છે.
બહારથી આવતા દીપડા અહીં જેલમાં બંધ દીપડા સાથે ગમ્મત કરે અને સવાર થાય એ પહેલાં જતા રહે છે.
જોકે, વન વિભાગના કેટલાકના મતે રૅસ્ક્યૂ-સેન્ટર માંડવીનાં જંગલોમાં આવેલું છે. આથી આ રૅસ્ક્યૂ-સેન્ટર આ દીપડાની અવરજવર માટેનો 'રૂટિન વિસ્તાર' હોઈ તેવી શક્યતા પણ રહેલી છે.
(આ અહેવાલ માટે ગોધરાથી દક્ષેશ શાહના ઇનપુટ્સ મળેલા છે.)
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો


















