મોંઘવારીના આ જમાનામાં 80 વર્ષનાં દાદી માત્ર 1 રૂપિયામાં ઈડલી વેચે છે
પ્રકાશિત
કોઇમ્બતુરમાં રહેતાં કમલાતાલ દાદી સવારે 5.30 વાગ્યે ઊઠે છે. ચટણી અને સાંભાર બનાવે છે. 6 વાગ્યાથી ઈડલી બનાવે છે અને 12 વાગ્યા સુધી વેચે છે.
કમલાતાલ દાદી જેટલો ખર્ચ કરે છે તેનાથી ઓછું રળે છે.
કમલાતાલ દાદી આ ઉંમરે પણ પારંપરિક ખાંડણીનો ઉપયોગ કરે છે. તેઓ કહે છે કે તેમનો ખોરાક જ તેમની સ્ફૂર્તિનું રહસ્ય છે.
તેઓ કહે છે કું હું રાગી અને મકાઈની રાબ પીતી હતી. તેને કારણે જ આજે પણ હું આટલી સક્રિય છું. ચોખામાં વધારે પોષણ નથી હોતું.
તામિલનાડુમાં ઈડલીની કિંમત સામાન્ય રીતે 5થી 20 રૂપિયા હોય છે.
દાદી કહે છે કે હું જીવીશ ત્યાં સુધી 1 રૂપિયામાં ઈડલી વેચતી રહીશ.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો.