સ્ટેચ્યૂ ઑફ યુનિટીને વિશ્વની 100 ફરવાલાયક જગ્યામાં સ્થાન મળ્યું

પ્રકાશિત
વાંચવાનો સમય: 1 મિનિટ

ગુજરાતમાં આવેલી વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટીને ટાઇમ મૅગેઝિનની સૌથી સારી ફરવાલાયક જગ્યાની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે.

ટાઇમે 2019માં વિશ્વની 100 સૌથી સારી જગ્યાની યાદી જાહેર કરી છે.

સ્ટેચ્યૂ ઑફ યુનિટીની ઊંચાઈ 182 મિટરની છે.

આ પ્રોજેક્ટમાં 90 હજાર ટન સિમેન્ટ, 25 હજાર ટન લોખંડ અને 1850 મેટ્રિક ટન બ્રૉન્ઝનો ઉપયોગ થયો છે.

આ પ્રતિમા 93 વર્ષીય રામ સુતારે અને તેમના પુત્ર અનિલ સુતારે તૈયાર કરી છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો