વાયુ વાવાઝોડાએ ફરી દિશા બદલી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

ઇમેજ સ્રોત, Imd
વાયુ વાવાઝોડાએ ફરી તેની દિશા બદલી છે અને તે આવતા 24 કલાકમાં કચ્છ પર ત્રાટકે તેવી સંભાવના દેખાઈ રહી છે. જોકે, આ વાવાઝોડું હવે ધીરે ધીરે નબળું પડી રહ્યું છે.
હાલ અરબ સાગરમાં રહેલું વાયુ વાવાઝોડું આ પહેલાં સૌરાષ્ટ્રના દરિયાકિનારે ત્રાટકે તેવી સંભાવના હતી. જોકે, વાવાઝોડું ફંટાઈ ગયું હતું અને સૌરાષ્ટ્રના દરિયાકિનારા પાસેથી પસાર થયું હતું.
જે બાદ એવું લાગતું હતું કે વાવાઝોડું ઓમાન તરફ વળીને દરિયામાં જ હળવા દબાણમાં પરિવર્તિત થઈ જશે.
હવામાન ખાતા દ્વારા માછીમારોને સોમવારે દરિયો ન ખેડવા તથા માછીમારી ન કરવા સૂચના આપવામાં આવી છે.
આ લેખમાં X દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં X કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
X કન્ટેન્ટ પૂર્ણ
11 જૂનના રોજ દક્ષિણ-પૂર્વ અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાઈ ગયું હતું અને ત્યારબાદ તે તીવ્ર ચક્રવાતમાં પરિવર્તિત થયું હતું.

કચ્છ પર ત્રાટકતાં પહેલાં વાવાઝોડું નબળું પડશે

ઇમેજ સ્રોત, IMD
હવામાન ખાતા તરફથી મળી રહેલી માહિતી અનુસાર કચ્છના દરિયાકિનારે વાયુ વાવાઝોડું પહોંચે તે પહેલાં તે નબળું પડશે.
દરિયાકાંઠે ફૂંકાતા સીધા પવનો અને ઠંડી દરિયાની સપાટીને કારણે વાયુની તાકાતમાં ઘટાડો થશે.
હાલનું ચક્રવાત વાયુ ધીરે-ધીરે ડીપ ડિપ્રેશન અને ત્યારબાદ ડીપ્રેશન એટલે કે વાયુના હળવા દબાણમાં પરિવર્તિત થશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવનારા 24 કલાકમાં વાયુ વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે પહોંચે તેવી સંભાવના જોવાઈ રહી છે.
વાયુ વાવાઝોડાને કારણે પવનની ગતી 60થી 70 કિલોમિટર પ્રતિ કલાકની રહેવાની આશંકા છે, જે વધીને 80 કિલોમિટર પ્રતિ કલાક થઈ શકે એમ છે.
વાવાઝોડાના ખતરાને જોતાં રાજ્ય સરકારે કચ્છ જિલ્લામાં ઍલર્ટ જારી કર્યું છે અને તકેદારીનાં પગલાં લેવામાં આવી રહ્યાં છે.

સૌરાષ્ટ્ર, કચ્છમાં વરસાદની આગાહી

ઇમેજ સ્રોત, Getty Images
વાયુ હાલ કચ્છના દરિયાકિનારા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે કચ્છ સહિત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે.
સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ રાજસ્થાનમાં પણ વાયુને કારણે વરસાદ પડવાની શક્યતા છે.
વાયુ કચ્છ પર ત્રાટક્યા બાદ સૌરાષ્ટ્ર અને કચ્છ તથા રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે.
હાલ આ વાવાઝોડું અરબ સાગરમાં છે અને તે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની પાસેથી થઈને ઓમાન તરફ વળ્યું હતું પરંતુ ત્યારબાદ ફરી કચ્છ તરફ ફંટાયું છે.

લાખો લોકોનું સ્થળાંતર કરાયું હતું

ઇમેજ સ્રોત, NDRF
વાયુ વાવાઝોડું સૌપ્રથમ ગુજરાતના દીવ અને પોરબંદરના દરિયાકિનારે વચ્ચે ત્રાટકવાનું હતું જેના કારણે સૌરાષ્ટ્ર અને કચ્છ બંને પર ખતરો હતો.
ખતરાને જોતાં રાજ્ય સરકારે સ્થળાંતરની મોટી કવાયત હાથ ધરી હતી. સરકારના કહેવા મુજબ આશરે 3 લાખ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું.
સૌરાષ્ટ્રના દરિયાકિનારાનાં આશરે 500 ગામોને ખાલી કરાવવામાં આવ્યાં હતાં. આ સ્થળાંતરની પ્રક્રિયામાં એનડીઆરએફ મુખ્ય ભૂમિકામાં હતું.
એનડીઆરએફ ઉપરાંત ગુજરાત પોલીસ, આર્મી, નૅવી, કૉસ્ટગાર્ડ અને વાયુસેનાને પણ ખડેપગે હતી.
આ ઉપરાંત રાહત અને બચાવ કામગીરી માટે હેલિકૉપ્ટરને પણ તૈનાત કરી દેવામાં આવ્યાં હતાં.
કેન્દ્ર સરકાર ગુજરાત સરકારના સતત સંપર્કમાં હતી અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ સતત ગુજરાતના સંપર્કમાં હતા.
આ લેખમાં Google YouTube દ્વારા પૂરું પાડવામાં આવેલું કન્ટેન્ટ છે. કંઈ પણ લોડ થાય તે પહેલાં અમે તમારી મંજૂરી માટે પૂછીએ છીએ કારણ કે તેઓ કૂકીઝ અને અન્ય તકનીકોનો ઉપયોગ કરી શકે છે. તમે સ્વીકારતા પહેલાં Google YouTube કૂકીઝ નીતિ અને ગોપનીયતાની નીતિ વાંચી શકો છો. આ સામગ્રી જોવા માટે 'સ્વીકારો અને ચાલુ રાખો'ના વિકલ્પને પસંદ કરો.
YouTube કન્ટેન્ટ પૂર્ણ
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો






















