જ્યારે મૃત્યુ બાદ સ્મિતાને દુલ્હન બનાવાઈ!

પ્રકાશિત

ગુજરાતમાં મરચાની સિઝનને ધ્યાનમાં રાખીને મિર્ચ મસાલાનું શૂટિંગ થયું હતું.

સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, 17 ઑક્ટોબર 1956ના રોજ જન્મેલા સ્મિતા પાટીલે ફિલ્મ જગતમાં 10 વર્ષ કામ કર્યું હતું. તે દરમિયાન તેઓ રાજ બબ્બર સાથેના સંબંધો માટે ચર્ચામાં રહ્યાં. માત્ર 31 વર્ષની વયે થયેલા મૃત્યુનું રહસ્ય આજે પણ ઉકેલાયું નથી.
મિર્ચ મસાલા ફિલ્મના દૃશ્યમાં સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, શ્યામ બેનેગલ કહે છે કે સ્મિતા પાટિલની ખાસિયત હતી કે તેઓ જે પણ ભૂમિકા ભજવતા તેમાં તેઓ ઢળી જતાં હતાં. તેઓ જે પણ કેમેરાની આવતા તેનો તેઓ એક ભાગ બની જતા.
સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, સ્મિતા પાટિલના નામ પાછળ પણ રસપ્રદ કિસ્સો છે. તેમના જન્મના સમયે ચહેરા પર જે સ્મિત હતું તેને જોઈને સ્મિતાના મમ્મી વિદ્યા તાઈ પાટિલે તેમનું નામ સ્મિતા રાખ્યું હતું. ગંભીર ભૂમિકાઓમાં દેખાયેલા સ્મિતા વાસ્તવિક જીવનમાં ખૂબ નટખટ હતાં.
સ્મિતા પાટિલ પર લખવામાં આવેલું મૈથિલિ રાવનું પુસ્તક
ઇમેજ કૅપ્શન, ફિલ્મોમાં કામ કરતા પહેલા સ્મિતા બૉમ્બે દૂરદર્શન મરાઠીમાં સમાચાર વાંચતા હતા. સમાચારમાં સાડી પહેરવી જરૂરી હતી અને સ્મિતાને જીન્સ પહેરવું પસંદ હતું તેથી ન્યૂઝ વાંચતા સમયે તેઓ જીન્સ પર જ સાડી પહેરી લેતાં હતાં.
ફિલ્મના શુટીંગ દરમિયાન પર સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, સ્મિતા પાટિલની કારકિર્દીની શરૂઆત 'ડિપ્લોમા' ફિલ્મથી થઈ હતી. 1977માં સ્મિતા પાટિલને 'ભૂમિકા' ફિલ્મ માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારથી સન્માનિત કરાયાં હતાં. તો 1981માં 'ચક્ર' ફિલ્મ માટે પણ તેમને ફરી નેશનલ એવોર્ડ મળ્યો હતો.
ફિલ્મના સેટ પર શ્યામ બેનેગલ સાથે સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, ફિલ્મ મિર્ચ મસાલા તેમનાં નિધન બાદ રિલીઝ થઈ હતી પરંતુ ફિલ્મમાં તેમની સોનબાઈની ભૂમિકાને આજે પણ લોકો યાદ કરે છે.
નસીરૂદ્દીન શાહ સાથે મિર્ચ મસાલા ફિલ્મમાં સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, ગુજરાતમાં મરચાની સિઝનને ધ્યાનમાં રાખીને સ્મિતાએ અન્ય ફિલ્મોની તારીખ આગળ વધારી મિર્ચ મસાલાનું શુટીંગ શરૂ કર્યું હતું.
સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, રાજ બબ્બર સાથે સંબંધના કારણે પોતાની મમ્મી સાથે જ સ્મિતાને અણબનાવ હતો. પ્રતિક બબ્બરના જન્મ બાદ 13 ડિસેમ્બર 1986માં સ્મિતા પાટિલનું નિધન થયું હતું. સ્મિતા પાટિલને મગજમાં ઇન્ફેક્શનની ફરિયાદ હતી. રાજ બબ્બર સાથે સંબંધ પણ ખરાબ થતા તેઓ એકલતા અનુભવતા હતા.
શ્યામ બેનેગલ સાથે સ્મિતા પાટિલ
ઇમેજ કૅપ્શન, સ્મિતા પાટિલની અંતિમ ઇચ્છા હતી કે તેમનાં મૃત્યુ બાદ તેમને દુલ્હનની જેમ સજાવવામાં આવે. મેકઅપ આર્ટિસ્ટ દીપક સાવંત કહે છે કે સ્મિતાના અવસાન બાદ તેમણે સ્મિતાનો દુલ્હનની જેમ મેક અપ કર્યો હતો.