સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?

વીડિયો કૅપ્શન, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં રેડ ઍલર્ટ, કયા જિલ્લામાં પડશે અતિભારે વરસાદ?
પ્રકાશિત

ગુજરાતમાં હાલ ચોમાસું ફરી સક્રિય થયું છે, જેના કારણે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે ગુજરાતના આઠ જિલ્લાઓમાં રેડ ઍલર્ટ આપ્યું છે, એટલે કે આ જિલ્લાના કેટલાક વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ પણ પડી શકે છે.

ગુજરાતમાં 15 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડ્યો હતો, સુરતના ઉમરપાડામાં અત્યંત ભારે વરસાદ પડ્યો હતો અને જેના કારણે કેટલાંક ગામો પણ સંપર્કવિહોણા બની ગયાં હતાં.

15 જુલાઈના રોજ સુરતના ઉમરપાડામાં 14 ઇંચ, ભરૂતના નેત્રંગમાં 7.5 ઇંચ, ભરૂચના ગરુડેશ્વરમાં 5.84 ઇંચ, નર્મદા જિલ્લાના નાંદોદમાં 5.24 ઇંચ, તિલકવાડામાં 4 ઇંચ, નવસારી જિલ્લાના ચીખલીમાં 4 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

આ સિવાય ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સારો વરસાદ થયો હતો. હવે આજે ફરીથી વરસાદનું જોર વધશે અને વધારે જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે.

10 જૂનના રોજ ગુજરાતમાં શરૂ થયેલા ચોમાસા બાદ જુલાઈના ત્રીજા અઠવાડિયામાં હવે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના દેખાઈ રહી છે.

રાજ્યભરમાં હવે ચોમાસું જામી ચૂક્યું છે. આગામી બે-ત્રણ દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થાય તેવી શક્યતા છે. ક્યા કયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે? જુઓ વીડિયો

વીડિયો : દીપક ચુડાસમા

ઍડિટ : સુમિત વૈદ

ચોમાસું, હવામાન, ગુજરાત

ઇમેજ સ્રોત, Getty Images