કોલસાના બદલે બાળી શકાય તેવું બળતણ આ મહિલા ઘાસ અને કચરામાંથી કેવી રીતે બનાવે છે?
કોલસાના બદલે બાળી શકાય તેવું બળતણ આ મહિલા ઘાસ અને કચરામાંથી કેવી રીતે બનાવે છે?
પ્રકાશિત
આ કહાણી એ હરુપ્રીત કૌરની છે કે જેઓ ક્યારેક તેમના પતિને મદદ કરવા પેટ્રોલપંપ પર કામ કરતાં હતાં.
આજે તેઓ સફળતાપૂર્વક એક બાયૉમાસ યુનિટ ચલાવે છે અને તેમનો દાવો છે કે તેઓ તેનાથી માસિક ત્રણ લાખ રૂપિયા કમાય છે.
હરુપ્રીત કૌરની નાનકડી ફૅકટરી આઠ લોકોને રોજગારી પણ આપે છે.
અહીં બાયૉ ફ્યુઅલની ગોળીઓ એટલે કે ગ્રીન ફ્યુઅલ બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઇંટના ભઠ્ઠાથી શરૂ કરીને થર્મલ પ્લાન્ટ્સ જેવી વિવિધ જગ્યાએ થાય છે.
આ કામની શરૂઆત કરી ત્યારે તેમને ઘણી મુશ્કેલી પડી હતી.
તેઓ આ કામ કઈ રીતે કરે છે અને કેવી રીતે કચરો ભેગો કરીને તેમાંથી ગ્રીન ફ્યુઅલ બનાવે છે?
જાણો તેમની કહાણી આ વીડિયોમાંં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



