સુરેન્દ્રનગર : વસ્તડી ગામનો મુખ્ય પુલ ભારે ડમ્પરને લીધે તૂટી પડયો

સુરેન્દ્રનગર : વસ્તડી ગામનો મુખ્ય પુલ ભારે ડમ્પરને લીધે તૂટી પડયો
પ્રકાશિત

સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકાનાં વસ્તડી અને ચુડા ગામને જોડતો મુખ્ય પુલ રવિવારે સાંજે તૂટી ગયો છે.

રેતી ભરેલા ડમ્પર સહિત બે બાઈક પસાર થઈ રહ્યાં હતાં ત્યારે પુલ તૂટવાની ઘટના બનવાને લીધે કેટલાક લોકો વચ્ચે ફસાયા હોવાની આંશકા સેવવામાં આવી રહી છે.

પુલથી નીચે પટકાતા ચારથી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે ઈજા સામાન્ય હતી તેથી તેમની રજા આપી દેવામાં આવી છે.

આ બાબતે કલેક્ટરે શું કહ્યું? જુઓ આ વીડિયો...

બીબીસી ચુડા
રેડ લાઇન
રેડ લાઇન