રમઝાનમાં નમાઝ અદા કરે અને શ્રાવણમાં શિવલિંગની પૂજા કરે, રાજકોટના 'શિવભક્ત' મુસ્લિમની કહાણી
શ્રાવણ માસમાં આજે અમે વાત કરવાના છીએ એક એવી વ્યક્તિની કે જેઓ જન્મે તો મુસ્લિમ છે પણ અંતઃકરણથી તેઓ 'મહાદેવ' પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે.
એ છે રાજકોટના અહેસાનભાઈ. તેઓ રમઝાનમાં નમાઝ અદા કરે છે તો શ્રાવણ માસમાં પોતાના ઘરેથી પગપાળા મંદિર જઈને શિવલિંગની પૂજા કરે છે.
મુસ્લિમ બિરાદર અહેસાનભાઈ કોમી-એકતામાં માને છે.
તેઓ અનાથ, મૅન્ટલી ચૅલેન્જડ્ બાળકો, વૃદ્ધોને અને જરૂરિયાતમંદ લોકોને સોમનાથની જાત્રા પણ કરાવે છે.
21 વર્ષથી લોકોને જાત્રા કરાવતા અહેસાનભાઈ આમ તો સ્વખર્ચે આ કામ કરે છે. પણ ક્યારેક જરૂર પડે તો કેટલાક અન્ય લોકોની પણ સહાય લઇને આ કામ ચાલુ રાખે છે.
તેઓ છેલ્લાં 34 વર્ષથી દરેક શ્રાવણ માસમાં દરરોજ સાડા દસ કિલોમીટર દૂર ઈશ્વરીયા મહાદેવના મંદિરે પગપાળા જઈને પૂજા કરે છે.
પોતાની શિવભક્તિ અંગે અહેસાન ભાઈ શું કહે છે? જુઓ આ વીડિયો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



