એ બોડી સૂટ જે અસમર્થ મહિલાને ચાલવામાં મદદ કરે છે

મલ્ટિપલ સ્ક્લેરોસિસને કારણે સારાહ લુસિયાને ચાલવાની સમસ્યા છે. પરંતુ જ્યારે તેઓ બોડી સૂટ પહેરે છે ત્યારે ફરક જોઈ શકાય છે.
સારાહ જેનના ફિઝિયોથૅરાપિસ્ટ ટ્રેસી મિલર કહે છે, મોલ્લી સૂટ સારાહ- જેનની જેમ જેમને સ્પેક્ટીસિટી (સ્નાયુઓ ખેંચાઈ જવા કે ઢીલા પડી જવા) સમસ્યા હોય તેમને મદદરૂપ થાય છે, સારાહને સેરેબ્રલ પાલ્સી છે. જ્યારે સારાહ ચાલે છે ત્યારે તેમને ઘણું જોર લગાવવું પડે છે. તેમને ચાલવામાં વધુ ઊર્જા ખર્ચવી પડે છે અને સંતુલન જાળવી રાખવું પડે છે.
તમે જોઈ શકો છો કે સારાહ ઘણાં બરડ, અક્કડ અને ઘણાં નબળાં છે.
સારાહ મોલ્લી સૂટ પહેરીને એક કલાક સુધી સ્વિચ ઑન કરે છે, તેમના સ્નાયુઓ શિથિલ થાય છે અને તેમનાં સંતુલન અને સ્થિતિમાં સુધારો થાય છે.
સારાહે જ્યારે પહેલી વાર સૂટ પહેર્યો ત્યારે સારું લાગ્યું હતું. તેઓ કહે છે, મને તત્કાલ રાહત થઈ હતી. મને કોઈ ખેંચ નથી રહેતી, કોઈ તણાવ નથી રહેતો. તત્કાલ રાહત થાય છે. હું બહુ ભાવુક થઈ ગઈ.
મને માન્યામાં નહોતું આવતું કે હું લાંબો સમય ઊભી રહી શકું છું અને આવી લાગણી હંમેશાં થતી. મારા જીવનમાં હું આવું ક્યારેય કરી શકી નહોતી.
એક્ઝોપલ્સ મોલ્લી સૂટના શોધક ફ્રેડરિક લુડવિસ્ટ કહે છે, મોલ્લી સૂટમાં 58 ઇલેક્ટ્રોડ હોય છે જે હળવું ઇલેક્ટ્રિકલ કંપન છોડે છે, ચોક્કસ સ્નાયુઓ તરફ. જ્યારે તમે સૂટને ઑન કરો છો ત્યારે તમે ઘણા ઇલેક્ટ્રોડને સૂટની અંદર સક્રિય કરો છો અને તે જ્યાં બ્રૅન નથી પહોંચતું તે સ્નાયુઓમાં પહોંચે છે.
આમ મગજ ક્ષતિગ્રસ્ત થાય છે ત્યારે કેટલાક સ્નાયુઓ મગજની પહોંચની બહાર જતા રહે છે અને સૂટ એ સિગ્નલોનું સ્થાન લે છે જે સિગ્નલો બ્રૅન પેદા નથી કરી શકતું.
આપણા બધા દર્દીઓ પર એ પ્રમાણેની અસર ન પણ થાય.
જોકે એ કામ ન કરે એવું તો ભાગ્યે જ બને છે.
સૂટની કિંમત 6000 ડૉલર કરતાં વધારે છે અને વધુ તે વ્યાપકપણે ઉપલબ્ધ બને તે પહેલાં બહોળા પ્રમાણમાં પરીક્ષણ જરૂરી છે.
સંશોધન વિશે વધુ જાણવા જુઓ આ વીડિયો અહેવાલ...





